GTU અને અમેરિકન મલ્ટીનેશનલ સોફ્ટવેર કોર્પોરેશન ઓટોડેસ્ક વચ્ચે કરાયા MOU
રાજ્ય સરકારના ઉર્જા મંત્રી(Energy Minister) સૌરભ પટેલની(Saurabh Patel) હાજરીમાં આ એમઓયુ(MoU) પર બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. આ એમઓયુના ભાગરૂપે જીટીયુ(GTU) અને ઓટોડેસ્ક(AutoDesk) ભેગા મળીને યુનિવર્સિટીના પરિસરમાં જ `જીટીયુ ઓટોડેસ્ક ઇનોવેશન સેન્ટર`ની(GTU Autodesk Innovation Center) સ્થાપના કરશે.
અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University-GTU) અને અમેરિકાન મલ્ટીનેશનલ સોફ્ટવેર કોર્પોરેશન ઓટોડેસ્ક (Autodesk) વચ્ચે MOU કરાયા છે. શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના અંતરાયને પુરવાના હેતુ સાથે આ એમઓયુ(MOU) કરાયા છે. વિદ્યાર્થીઓ (Students) થિયરીમાં(Theory) જે શીખ્યા હોય એ જ પ્રેક્ટીકલી (Practicaly) અમલમાં મૂકી શકે તે આ એમઓયુ(MoU)નો મુખ્ય આશય છે.
રાજ્ય સરકારના ઉર્જા મંત્રી(Energy Minister) સૌરભ પટેલની(Saurabh Patel) હાજરીમાં આ એમઓયુ(MoU) પર બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. આ એમઓયુના ભાગરૂપે જીટીયુ(GTU) અને ઓટોડેસ્ક(AutoDesk) ભેગા મળીને યુનિવર્સિટીના પરિસરમાં જ "જીટીયુ ઓટોડેસ્ક ઇનોવેશન સેન્ટર"ની(GTU Autodesk Innovation Center) સ્થાપના કરશે.
CM Vijay Rupani: ગુજરાતની વિજય રૂપાણી સરકારે કસી કમર, લોકોને થશે જબરદસ્ત ફાયદો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ નવીન શેઠે આ એમઓયુના ફાયદા અંગે જણાવ્યું કે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને, ફેકલ્ટીને, સંશોધકોને લાભ માટે આ સેન્ટરની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. કલાઉડ આધારિત પ્રોડક્ટ ઈનોવેશન, પ્રોટોટાઈપ અને સ્ટાર્ટ અપનો વિકાસ કરવા માટે આ સેન્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ખેડૂતોએ દિલમાં લાગેલી આગથી બાળ્યો પાક, બરાબરની ચાલી રહી છે પનોતી... જુઓ વીડિયો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube