CM Vijay Rupani: ગુજરાતની વિજય રૂપાણી સરકારે કસી કમર, લોકોને થશે જબરદસ્ત ફાયદો

Gujarat Good News: ગુજરાત રાજ્યમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકાર અને ભાજપ (BJP) સફાળું જાગ્યું છે. રાજ્ય સરકારને 6 બેઠકોની પેટાચૂંટણીમાં પડેલા ફટકા બાદ રાજ્યની રાજકીય સ્થિતિ 2019 ની લોકસભા ચૂંટણી કરતા અલગ હોવાની ખબર રાજ્ય સરકારને પડી છે. જે રીતે 3 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો તેણે રાજ્ય સરકારની નીતિઓ અને સ્થાનિક સંગઠન પર સવાલો ઉભા કર્યા છે. તેવા સંજોગોમાં આ પરિણામો બાદ રાજ્ય સરકારે પ્રજાલક્ષી કામોને લઇને ઝડપ વધારી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani)એ અચાનક પ્રજાલક્ષી મુદ્દાઓ પર નિર્ણય લેવામાં ઝડપ બતાવી છે અને મોટાભાગની જાહેરાતો તેમણે પોતે જ કરી છે. 

CM Vijay Rupani: ગુજરાતની વિજય રૂપાણી સરકારે કસી કમર, લોકોને થશે જબરદસ્ત ફાયદો

અમદાવાદ/બ્રિજેશ દોશી : ગુજરાત રાજ્યમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકાર અને ભાજપ (BJP) સફાળું જાગ્યું છે. રાજ્ય સરકારને 6 બેઠકોની પેટાચૂંટણીમાં પડેલા ફટકા બાદ રાજ્યની રાજકીય સ્થિતિ 2019 ની લોકસભા ચૂંટણી કરતા અલગ હોવાની ખબર રાજ્ય સરકારને પડી છે. જે રીતે 3 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો તેણે રાજ્ય સરકારની નીતિઓ અને સ્થાનિક સંગઠન પર સવાલો ઉભા કર્યા છે. તેવા સંજોગોમાં આ પરિણામો બાદ ગુજરાત રાજ્ય સરકારે પ્રજાલક્ષી કામોને લઇને ઝડપ વધારી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani)એ અચાનક પ્રજાલક્ષી મુદ્દાઓ પર નિર્ણય લેવામાં ઝડપ બતાવી છે અને મોટાભાગની જાહેરાતો તેમણે પોતે જ કરી છે. 

રાજ્યમાં વર્ષ 2017 માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાતળી બહુમતિ મળી હતી ત્યારે જ સરકાર અને સંગઠનને જનમતનો સંદેશ મળી ગયો હતો પણ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોથી ભાજપના નેતાઓ ઉત્સાહિત હતા. જો કે 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામોએ સ્થિતિ બદલી છે ત્યારે મુખ્યમંત્રીએ પોતે કેટલાક નિર્ણયો ઝડપથી લઇને ભાજપ સરકાર લોકો માટે કામ કરતી હોવાનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતોને પડી રહેલી હાલાકીના કારણે સરકારના તમામ નિર્ણયો પડદા પાછળ દબાઇ ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. મુખ્યમંત્રીએ આરટીઓ અને મહેસૂલ વિભાગને લઇને મહત્વના નિર્ણયો કર્યા છે જેથી કરીને લોકોને સરકારી તંત્રથી પડતી હાલાકીને સીધી રીતે દૂર કરી શકાય.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે હાલમાં રૂ. ૨૯૯.૪૪ કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરાવ્યા હતા અને શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરીજનોને અભયવચન આપતાં કહયું હતું કે, પૈસાના અભાવે રાજયના એક પણ વિકાસ કામ અટકશે નહિં. રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારની દૂરંદેશિતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આગામી ૩૦ વર્ષોના આગોતરા આયોજન સાથે કામ કરી રહી છે, જેથી રાજયના નાગરિકોને સુવિધાસભર જીવન આપી શકાય અને રાજયનો સુખાકારી સૂચકાંક (હેપ્પીનેસ ઇન્ડેકસ) ઉચ્ચતમ શિખરો સર કરી શકે.

છેલ્લા 1 મહિનામાં રાજ્ય સરકારે લીધેલા મોટા નિર્ણયો

  • કમોસમી વરસાદથી પરેશાન ખેડૂતો માટે રૂ. 3795 કરોડનું રાહત પેકેજ
  • સમગ્ર રાજ્યમાં મગફળીની ટેકાનાં ભાવે ખરીદી, ભેજવાળી મગફળીની પણ સૂકવણી બાદ ખરીદી
  • રાજ્યની 16 આરટીઓ ચેકપોસ્ટની કાયમી ધોરણે નાબૂદી
  • આરટીઓના ધક્કા ખાવામાંથી લોકોને રાહત આપવાનો પ્રયાસ
  • લર્નિંગ લાયસન્સ, ડુપ્લિકેટ દસ્તાવેજો સહિત વિવિધ કામો માટે આરટીઓએ ન જવું પડે તે હેતુસર આરટીઓની નવી ૭ સેવાઓ ઓનલાઈન કરાઈ
  • નવી શરતની જમીન સીધી બિનખેતી કરાવી શકાશે, એક અરજીમાં તમામ કામ મંજૂર થઇ શકશે.
  • બિનખેતી પ્રક્રિયા ઓનલાઈન અને તાત્કાલિક થઇ શકશે
  • મહેસૂલી તંત્રમાં ધરખમ ફેરફારો કરી લોકોની હાલાકી ઘટાડવાનો પ્રયાસ
  • મહેસૂલી કચેરીઓમાં નોંધાતી અરજીઓની ટ્રેકીંગ અને મોનીટરીંગની સુવિધા
  • ઓનલાઈન બિનખેતી પરવાનગી તથા ખેડૂત ખાતેદાર ખરાઈની કાર્યપદ્ધતિમાં ધરખમ સુધારો
  • અમદાવાદ - રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની તૈયારીઓ
  • 1900 કરોડ રૂપિયા નાં ખર્ચે ભાવનગર બંદર વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપવા મંજૂરી
  • નવલખીમાં  192 કરોડ રૂપિયાનાં ખર્ચે  નવી આધુનિક જેટીને મંજૂરી
  • દક્ષિણ ગુજરાતમાં કપરાડા તાલુકામાં 11 ચેકડેમના 9985 કરોડ રૂપિયાના બાંધકામ માટે મંજૂરી 
  • પંચમહાલના 85 આદિવાસી ગામો માટે 250 કરોડની સિંચાઈ યોજના મંજૂરી
  • ઉદ્યોગો માટે વીજ શુલ્ક માફી અરજીઓ ઓનલાઈન મંજૂર કરતું વેબપોર્ટલ લોન્ચ
  • MSME એકમોને વિવિધ મંજૂરી લેવામાંથી ૩ વર્ષ સુધી મુક્તિ, ઓનલાઈન પોર્ટલ લોન્ચ
  • વિરમગામ ડેવલપમેન્ટ પ્લાનને માત્ર 2 માસમાં જ મંજૂરી
    ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news