• હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે


અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે પરીક્ષાઓ મોડી યોજાઈ છે. જેની અસર નવા શૈક્ષણિક સત્ર પર પણ જોવા મળી છે. ત્યારે હવે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા સેમિસ્ટર 3, 5 અને 7ની પરીક્ષા 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન મોડમાં લેવાની જાહેરાત કરાઈ છે. જોકે આ જાહેરાતની સાથે જ એન્જિનિયરીંગના સેમિસ્ટર 3ની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણયને કારણે વિવાદ સર્જાતા સેમિસ્ટર-3ની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય GTU દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, હવે આ પરીક્ષા જાન્યુઆરીમા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


આ પણ વાંચો : Burger King એ ગ્રાહકોને એવું કેમ કહ્યું કે, ‘પ્લીઝ McDonald's થી ઓર્ડર કરો....’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગના સેમિસ્ટર-3માં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ હોઈ પરીક્ષા યોજવાના નિર્ણયને લઈ કેટલાક સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે એન્જિનીયરીંગ સેમિસ્ટર 3ની પરીક્ષા ડિસેમ્બર મહિનાના બદલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાન્યુઆરીમાં લેવાનો નિર્ણય GTU દ્વારા કરવામાં આવ્યો છે.


GTU એન્જીનીયરીંગની સેમિસ્ટર 3ની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેવાશે. ડિગ્રી એન્જિનિયરીંગ સેમિસ્ટર 3માં પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોવાથી પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. અગાઉ સેમિસ્ટર 3ની પરીક્ષા 1 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરાયો હતો. હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે. 


આ પણ વાંચો : શું ઠંડીમાં કોરોનાના કેસ વધશે? લેટેસ્ટ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો જવાબ  


ઉલ્લેખનીય છે કે, ડિપ્લોમા એન્જિનિયરીંગના છેલ્લા વર્ષની પરીક્ષા પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ જો ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છે તો તેમને ડિગ્રી એન્જિનિયરીંગના 3 સેમિસ્ટરથી સીધો પ્રવેશ આપવામાં આવે છે. જેની પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલી રહી હોવાથી સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા ડીસેમ્બર મહિનામાં શક્ય નથી. જો કે સામાન્ય વિરોધ બાદ આ બાબત GTUના ધ્યાને આવતા પરીક્ષા જાન્યુઆરીમાં લેવા અંગેની જાહેરાત કરાઈ છે. તો સાથે જ હવે માત્ર સેમિસ્ટર 5 અને 7 ના અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન મોડમાં 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં GTU દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જેના માટે તમામ તાલુકા કક્ષાએ પરીક્ષા સેન્ટરો રાખીને કોવિડ 19ની ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષાનું આયોજન કરાશે અને એન્જિનિયરીંગની સેમિસ્ટર 3ની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેવાશે તેવુ જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યુ.


આ પણ વાંચો : ગુજરાતના રસ્તે ચાલ્યું મેક્સિકોનું નાનકડું ગામ, આજે 400 પરિવાર ખાદી બનાવીને દુનિયાભરમાં વેચે છે