અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા 17 ઓગષ્ટે લેવાનારી ઓનલાઇન પરીક્ષા માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં પરીક્ષા દરમિયાન કોઇ પ્રોબ્લેમ થાય તો વિદ્યાર્થીઓ મલ્ટિપલ લોગઇન થઇ શકશે. જો કે આ પરીક્ષા આઇફોન દ્વારા આપી શકાશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: કોરોનાના કહેર વચ્ચે રત્નકલાકારો બેહાલ, 70 રત્નકલાકારોનો પગાર બાકી

GTU દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.અગાઉ જીટીયુ દ્વારા પરીક્ષા માટે એક પાનાની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેમાં પરીક્ષા દરમિયાન વિજળીનો પ્રોબ્લેમ થાય કે નેટ કનેક્શન જતું રહે તો ફરી પરીક્ષા આપવા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 


નવસારી: ગણદેવી પોલીસે 1 કરોડથી વધારેની રોકડ સાથે 3 યુવાનોને ઝડપ્યા

વિદ્યાર્થીઓની રજુઆતનાં આધારે જીટીયુ દ્વારા ચાર પાનાની વિસ્તૃત અને સુધારેલી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઓનલાઇન પરીક્ષા દરમિયાન વિજળી જાય કે નેટ ડિસકનેક્ટ થઇ જાય તો પરીક્ષાર્થી ફરી લોગઇન કરી શકશે. તે વારંવાર ઇચ્છે તેટલી વખત લોગઇન કરી શકશે. જો કે ઓનલાઇન પરીક્ષા દરમિયાન આઇફોન વાપરી શકાશે નહી તેવો ગાઇડલાઇનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube