હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતની શાળાઓમાં વર્ષોથી જાદુના શો કરતા જાદુગરોએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે. સરકારે સ્કૂલોમાં જાદુના શો પર રોક લગાવતા જાદુગરોએ વિરોધ દર્શાવ્યો છે. જાદુગરોએ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. એટલું જ નહિ, જાદુગરો પોતાને મળેલા અવોર્ડ પણ સરકારને પરત આપશે. આમ, રોજગાર સાથે જોડાયેલી પોતાની માંગણીઓ સાથે ગુજરાતભરના જાદુગર આજે ગાંધીનગર સચિવાલયમાં શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસવાડી : નાળામાં કાર ફસાતા બે શિક્ષકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ પછી શું થયું


થોડા સમય પહેલા એક જાદુગરે શિક્ષણપ્રધાનને જાદુના ખેલ શાળામાં બંધ કરાવવા રજૂઆત કરી હતી. આ જાદુગરની રજૂઆત હતી કે, જાદુના ખેલ શાળામાં બતાવવાથી બાળકોના અભ્યાસ પર ખરાબ અસર પહોંચે છે. એક જાદુગરની સલાહથી જાદુના ખેલ શાળામાં ન બતાવવાનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા નિર્ણય લેવાયો હતો. ત્યારે શિક્ષણમંત્રીના આ નિર્ણયથી રાજ્યના 5 હજારથી વધુ જાદુગરોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. જાદુના ખેલ શાળામાં બતાવવાનું બંધ કરાવતા રાજ્યભરના જાદુગરો સરકારથી નારાજ થયા છે. ત્યારે પોતાની રોજગારના નિર્ણયને લઈને ગુજરાતભરના જાદુગરો આજે મોટી સંખ્યામાં સચિવાલય ખાતે એકઠા થયા હતા. રોજગારી છીનવાતા શિક્ષણમંત્રીને રજૂઆત માટે જાદુગરો ગાંધીનગર પહોંચ્યા હતા. 


ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલામી ભરે છે


ઘરે-ઘરે નાસ્તામાં ખવાતા ભજીયા-જલેબી ગુજરાતના આ મંદિરમાં પ્રસાદ તરીકે અપાય છે, જેની પાછળ છે એક માન્યતા


તમામ જાદુગરોનો આરોપ છે કે, ભાવનગરના એક જાદુગરે તમામની વિરુદ્ધ સરકારમાં એક અરજી આપી હતી. તેમાં આરોપ લગાવ્યો હતો કે, તમામ જાદુગર સ્કૂલના બાળકો પાસેથી વધુ રૂપિયા લઈને જાદુ બતાવે છે. ત્યારે સરકારે કોઈ પણ તપાસ કર્યા વગર તાત્કાલિક સ્કૂલોમાં જાદુના ખેલ ન બતાવવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ એકતરફી નિર્ણયથી જાદુગરોની રોજગારી પર અસર થઈ છે. હાલ, ગુજરાતના 100થી વધુ જાદુગરોએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહને મળવા માટે સમય માંગ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :