GUJARAT: 12 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, તંત્રની લચર નીતિ શાળાઓને કોરોના વિસ્ફોટક બનાવશે
કોરોના મુદ્દે હજી પણ સરકારની લચર નીતિ જોવા મળી રહી છે. હજી પણ શાળાઓ બંધ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી ગુંદા ગળી રહ્યા છે. તેવામાં જે પ્રકારે કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે તે જોતા હવે સરકારની આ ઢીલી નીતિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પરિવાર માટે ઘાતક સાબિત થઇ શકે છે. જો કે શિક્ષણમંત્રી જાણે ખાનગી શાળાઓ ફી ઉઘરાવી લે ત્યાં સુધી રાહ જોવાનાં મુડમાં હોય તે પ્રકારે વિદ્યાર્થીઓનાં જીવનને હોડમાં મુકી રહ્યા છે. ઓફલાઇન શિક્ષણ ફરજીયાત નહી હોવાનું ગાણું ગાઇ રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા પણ કોરોના વિસ્ફોટ થાય તેવી રાહ જોવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદ : કોરોના મુદ્દે હજી પણ સરકારની લચર નીતિ જોવા મળી રહી છે. હજી પણ શાળાઓ બંધ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી ગુંદા ગળી રહ્યા છે. તેવામાં જે પ્રકારે કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે તે જોતા હવે સરકારની આ ઢીલી નીતિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પરિવાર માટે ઘાતક સાબિત થઇ શકે છે. જો કે શિક્ષણમંત્રી જાણે ખાનગી શાળાઓ ફી ઉઘરાવી લે ત્યાં સુધી રાહ જોવાનાં મુડમાં હોય તે પ્રકારે વિદ્યાર્થીઓનાં જીવનને હોડમાં મુકી રહ્યા છે. ઓફલાઇન શિક્ષણ ફરજીયાત નહી હોવાનું ગાણું ગાઇ રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા પણ કોરોના વિસ્ફોટ થાય તેવી રાહ જોવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
બનાસકાંઠાના મુખ્ય મથકમાં ગટરનું એટલું પાણી કે, રીક્ષા ચાલકો પણ ત્યાં જતા ગભરાય છે
સરકારની ઢીલી નીતિ વચ્ચે ફરી એકવાર કોરોનાના ચોંકાવનારા આંકડાઓ આવવાના શરૂ થઇ ચુક્યાં છે. આજે કોરોનાના કુલ 179 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ સુરતથી પણ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેમાં 4 શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ફાઉન્ટેનહેડ સ્કૂલના વધુ બે વિદ્યાર્થી સંક્રમિત થયા હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. ધો. 7 અને ધો. 12માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ગઈકાલે એક શિક્ષક અને બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતાં. મનપા દ્વારા ફાઉન્ટેન હેડ સ્કૂલને બંધ કરાવવામાં આવી છે. જો કે હવે ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા જેવી સ્થિતિ છે. કારણ કે સેંકડો વિદ્યાર્થીઓ અને તેના આધારે તેમના પરિવાર સહિત લાખો લોકો પર કોરોનાનો ખતરો તોળાઇ રહ્યો છે. રિવરડેલ સ્કૂલના પણ બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. બને સંક્રમિત ધો. 12ના વિદ્યાર્થી છે. શાળા બંધ હોવાથી 27મીએ ટેસ્ટિંગ કરવામાં આવશે તેવી તંત્રએ સ્પષ્ટતા કરી છે.
તમારા ફ્લેટનાં ધાબે ધુમાડો દેખાય તો સાવધાન, નહી તો પોલીસ બધાને જેલ ભેગા કરશે
રાજકોટમાં સ્કૂલોમાં થયો કોરોના વિસ્ફોટ થયો છે. આજે એક દિવસમાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. SNK સ્કૂલમાં 4 વિદ્યાર્થી અને 1 શિક્ષક, મહાત્મા ગાંધી સ્કૂલના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. તંત્ર દોડતું થયું છે. આ તમામ વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડ અને દેહરાદુન પ્રવાસમાંથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે.
હાઇ-ફાઇ ક્વોલિટીના દારૂના નામે દેશી દારૂ તો નથી ઠપકારી રહ્યા ને જુઓ ચોંકાવનારો કિસ્સો
જેતપુરની શાળામાં એક સાધે 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
જેતપુર તાલુકાની અમરનગર પ્રાથમિક શાળામાં કોરોના વિસ્ફોટ થયો છે. 5 વિદ્યાર્થી સાથે 2 શિક્ષકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. અગાઉ આ શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો. 2 શિક્ષક પણ શાળામાં અભ્યાસ કરાવે છે. અમરનગરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા 8 દિવસ સુધી બંધ રાખવા તંત્ર નો આદેશ હતો. વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ તમામ લોકોના રિપોર્ટ કર્યા હતા. પોઝીટીવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ શિક્ષક અને વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube