બનાસકાંઠાના મુખ્ય મથકમાં ગટરનું એટલું પાણી કે, રીક્ષા ચાલકો પણ ત્યાં જતા ગભરાય છે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ સહિત જાહેર માર્ગો પર ઉભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે સ્થાનિક તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં હવે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનો મૂડ બનાવ્યો છે.
બનાસકાંઠાના મુખ્ય મથકમાં ગટરનું એટલું પાણી કે, રીક્ષા ચાલકો પણ ત્યાં જતા ગભરાય છે

અલ્કેશ રાવ/પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બિસ્માર હાલતમાં રહેલા રોડ સહિત જાહેર માર્ગો પર ઉભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે સ્થાનિક તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં હવે સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવવાનો મૂડ બનાવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલા અનેક જાહેર માર્ગો ખખડધજ હાલતમાં છે. જો કે સરકાર દ્વારા નવીન માર્ગો બનાવવા તેમજ માર્ગનું રીનોવેશન કરવા અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતા પણ તંત્ર દ્વારા કોઇ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે શહેરના ગણેશપુરા વિસ્તારનો જાહેર માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી બિસમાર હાલતમાં છે તો આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી પણ રોડ પર રેલાતા વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.જેને લઇ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મહત્ત્વની વાત એ છે કે સ્થાનિકો દ્વારા વિસ્તારની સમસ્યાને લઇ અવાર નવાર તંત્રને રજુઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્રનું કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકો અકળાયા છે. સ્થાનિકોએ સાથે મળી પાલિકા પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકાને રજુઆત પણ કરી છે. જો આગામી 7 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. અકળાયેલા સ્થાનિકોએ તંત્રને રજુઆત કરી સાત દિવસનું અલ્ટિમેટમ પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે કે પછી સ્થાનિકોને આંદોલન કરવા મજબુર બનવું પડે છે તે તો હવે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news