હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બરાબર જામ્યું છે. બુધવારે વડોદરામાં બાર મેઘ ખાંગા થયા પછી હવે શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મંડાણો છે. રાજકોટમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત, ગીર-સોમનાથ જિલ્લા અને અમરેલીમાં પણ આજે દિવસ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને વાપી જિલ્લાને વરસાદ ઘમરોળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના દ્વારા સવારે 6 કલાકથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા આપવામાં આવ્યા છે. રાજ્યના 25 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, જ્યારે 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના માંગરોળમાં અત્યાર સુધી સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અમરેલીમાં 4.5 ઈંચ, વલાસાડના પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ગીરગઢડા અને લીલીયામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ પડી ગયો છે. 


ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત 


રાજ્યમાં વરસાદના આંકડા


  • સુરતના માંગરોળમાં અત્યાર સુધી 5 ઈંચ 

  • અમરેલી- 4.5  ઈંચ, વલસાડના પારડીમાં - 4 ઈંચ, રાજકોટ - 4 ઈંચ 

  • વાપી- 3.75 ઈંચ. ગીર ગઢડા- 3.5 ઈંચ, લીલીયા- 3.5 ઈંચ

  • ઉમરપાડા, જલાલપોર, બગસરા -3 ઈંચ

  • ચોર્યાસી ,પલસાણા,મહુવા,માંડવી 1 ઇંચથી વધુ વરસાદ 


વરસાદની આફતમાં વડોદરા પોલીસનું સિંઘમ રૂપ જોવા મળ્યું


દક્ષિણના વિવિધ ડેમમાં પાણીની આવક-જાવક


  • ઉકાઈ ડેમઃ સપાટી - 303.15 ફૂટ, ઇન 97711, આઉટ 600

  • કાકરાપાર ડેમઃ સપાટી 160.40 ફૂટ

  • આમલી ડેમઃ સપાટી  110.10 મીટર

  • લાખી ડેમઃ સપાટી 70.30 મીટર, આવક 44 ક્યુસેક

  • હથનૂર ડેમઃ 209.500 ફૂટ


રાજકોટમાં ધોધમાર 4 ઈંચ 
રાજકોટમાં બપોર પછી વિજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. અત્યાર સુધીમાં શહેરમાં 4 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ વરસાદ ચાલુ હોવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને તેના કારણે શહેરમાં ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....