અતુલ તિવારી/અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022-23 માટે શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023 થી શરૂ થશે ઇવે 31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે, જ્યારે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી 21 એપ્રિલ 2023 સુધી યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કર્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં પ્રથમ સત્રમાં 104 અને બીજા સત્રમાં 137 એમ કુલ 241 દિવસનું શૈક્ષણિક વર્ષ રહેશે.


શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022 - 23 માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર કરાયું છે, ત્યારે ધોરણ 9 થી 12ની દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 સુધીમાં યોજાશે. વર્ષ 2019 - 20 માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાશે. 


પ્રથમ સત્રમાં 104 અને બીજા સત્રમાં 137 એમ કુલ 241 દિવસનું શૈક્ષણિક વર્ષ રહેશે. વર્ષ 2023 - 24 નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023 થી શરૂ કરાશે. 20 ઓકટોબરથી 9 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 35 દિવસનું ઉનાળુ વેકેશન 1 મે 2023 થી 4 જૂન 2023 સુધી રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube