Corruption ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓ વિરુદ્ધ એસીબીની કડક કાર્યવાહી ચાલી રહી છે. કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવતા ફરિયાદ નોંધાઈ છે. આંકડા પર નજર કરીએ તો, ચાલુ વર્ષ 2023 માં 9 સરકારી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને 8.53 કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરવામાં આવી છે. છેલ્લા 6 વર્ષમાં 93 સરકારી અધિકારીઓ પાસેથી 150 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી છે. કોણ છે આ ભ્રષ્ટ અધિકારીઓ જોઈએ આ અહેવાલમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લાંચ લઈને કરોડોની મિલકત વસાવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ તવાઈ બોલાવી છે. વર્ષ 2023 માં એસીબીએ અપ્રમાણસરની મિલકતને લઈને 9 ગુના નોંધ્યા છે અને 8.53 કરોડની અપ્રમાણસરની મિલકતને લઈને ખુલાસો કર્યો છે. 


ગુજરાતનો આ સરકારી વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ, પાટીલના ખાસ સંભાળે છે આ વિભાગ


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો 2019 માં 18 ગુના નોંધીને 27 કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી છે. જ્યારે વર્ષ 2020 માં 38 કેસ નોંધીને 50 કરોડ, વર્ષ 2021 માં 11 કેસ નોંધીને 56 કરોડ અને વર્ષ 2022 માં 5 ગુના નોંધીને 4.52 કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી છે.


 


  • વર્ષ 2023 ના વર્ષમાં પાટણના તત્કાલીન ઈજનેર જસવંત મોદીની અપ્રમાણસરની મિલકત સૌથી વધુ 4.22 કરોડની મિલકત મળી આવી છે.

  • સુરત ગ્રામ્યના તત્કાલીન સર્કલ ઓફીસર અરૂણભાઈ પટેલની 14.47 લાખની મિલકત મળી આવી છે

  • અન્ય અધિકારીઓ પાસેથી પણ 50 થી 60 ટકા અપ્રમાણસરની મિલકત મળી આવી છે

  • છેલ્લા 6 વર્ષમાં એસીબીએ 150 કરોડથી વધુ અપ્રમાણસરની મિલકત જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે.


એસીબીના ડાયરેક્ટર શમશેરસિંઘ દ્વારા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ચિંતન શિબિર પણ યોજી હતી. અને આ વર્ષે અપ્રમાણસરની કરોડોની મિલકત જપ્ત કરીને ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સરકારી કર્મી અને અને અધિકારીઓમાંથી લાંચ લેવાની આદત ક્યારે છૂટે છે એ જોવું રહ્યું.


37 હજાર આહીરાણીઓનું એક જ મિશન : મહારાસથી ઈતિહાસ રચીને દ્વારકાધીશને ધજા ચઢાવશે