37 હજાર આહીરાણીઓનું એક જ મિશન : મહારાસથી ઈતિહાસ રચીને દ્વારકાધીશને ધજા ચઢાવશે
Aahir Samaj : દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસનું ભવ્ય આયોજન.... નંદધામ પરિસરમાં આજે સાંજે રમાશે રાસ.... એકસાથે 37 હજાર આહિરાણીઓ મહારાસ ગરબા રમશે.... સાથે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના લોક ડાયરાનું આયોજન...
Trending Photos
Dwarka News મુસ્તાક દલ/જામનગર : રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશજીસાંનિધ્યમાં અખીલ ભારતીય આહીરાણીઓ મહારાસ એટલે હજારો વર્ષ જુની પરંપરા દિવ્ય અને ભક્તિમય પરંપરાને ફરી જીવંત કરવા માટે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે અને કાલે એમ બે દિવસ યોજાશે. જેમાં અનેક પ્રકારના વર્લ્ડ રેકોર્ડ તેમજ વિશ્વ વિક્રમ સર્જાશે. રવિવારના દિવસે એક સાથે 37 હજાર જેટલી મહિલાઓ એક સાથે રાસ લઈ વિશ્વ વિક્રમ સર્જાશે. આજે એક સાથે સામુહિકમાં મહિલાઓ દ્વારા દ્વારકાધીશ ધજાની પૂજા કર્યા બાદ પગપાળા દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે જેમાં 37 હજાર જેટલી મહિલાઓ તેમજ અન્ય સેવકો સહિત 40 હજારથી પણ વધુ લોકો આજે દ્વારકાધીશને ધજા ચડાવીને પણ એક અનોખો વિક્રમ સર્જશે. દ્વારકાધીશની ધજા ચડાવવા માટે એટલી મોટી સંખ્યામાં સૌ પ્રથમ વખત પરંપરાગત વેશમાં કોઈ ધજા ચડાવવા માટે ગયા હોય તે કદાચ ઇતિહાસમાં પ્રથમ કિસ્સો અને યાદગાર કિસ્સો બની રહેશે.
મહારાસ માટે મહીલાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
આવતીકાલે ભવ્ય રીતે ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાંથી મોટી સંખ્યામાં આહીરરાણીઓ મહારાસ મહારાસ રમવા જઈ રહી છે. અને એક વિશ્વ વિક્રમ સર્જાવા જઇ રહી છે. ત્યારે આયોજકો દ્વારા ખાસ 500 એકરમાં મહારાસનું એક ખાસ ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 50 હજારથી પણ વધુ મહિલાઓ રાસ રમી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ 37 હજારથી પણ તે પણ વધુ મહીલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આ મહિલાઓ આવતીકાલે એક સાથે પરંપરાગત વેસમાં રાસ રમશે.
કઈ રીતે મહિલાઓ રાસ રમશે
મહિલાઓ માટે ખાસ મહારાસ માટેનું એક મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાન 500એકર પણથી પણ વધુમાં પથરાયેલું છે. જેની લંબાઈ અંદાજિત પાંચ કિલોમીટરની છે. આ મહારાસમાં મહિલાઓના 68 રાઉન્ડ કરવામાં આવશે જેમાં પ્રથમ રાઉન્ડ 168 રાઉન્ડથી શરૂ થઈ 68મુ રાઉન્ડમાં 1500 જેટલી મહિલાઓ હશે જે રાઉન્ડ 2 કિલો મીટર લાંબો હશે.
મહારાસના દિવસે મહિલાઓ ઉપવાસ તેમજ મૌન વ્રત ધારણ કરશે
મહારાસમાં 37થી વધુ મહીલાઓ રાસ રમવા જઈ રહી છે. જેમાં મહિલાઓ પોતે ઉપવાસ તેમજ મૌન વ્રત ધારણ કરી આ રાસ રમશે. મહારાષ્ટ્રનું કાર્યક્રમ અંદાજિત બે કલાકથી પણ વધુ સમય સુધી ચાલશે ત્યાં સુધી મહિલાઓ પોતે મૌન વ્રત ધારણ કરશે તેમજ ઉપવાસ કરશે. અને સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓ તેમજ સ્વયંસેવકો દ્વારા એક ભવ્ય શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ કાર્યક્રમ સ્થળેથી દ્વારકાધીશ મંદિર સુધી જશે જ્યાં મહીલાઓ વિશ્વ શાંતિની પ્રાર્થના કરશે.
ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી
મહારાસમાં ભાગ લેવામાં માટે ભારતભરમાંથી મહિલાઓ દ્વારકા માટે ગઈકાલે મોટી સંખ્યામાં આવવાનું શરૂ થઈ ગયું છે. જેને લઇ આયોજકો દ્વારા દ્વારકાને સંપૂર્ણ ધર્મશાળાઓ તેમજ નાની મોટી હોટલો પણ મહિલાઓ માટે બુક કરાવવામાં આવી છે. જેના કારણે હાલ દ્વારકામાં મોટાભાગની હોટલ તેમજ ધર્મશાળાઓ પણ હાઉસફુલ જોવા મળે રહી છે.
મહારસાને નિશાળમાં માટે તેમજ સ્વયંસેવકો મહિલાઓ માટે સ્થળ પર જ રહેવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 10 એકરમાં મહિલાઓને રહેવા માટેની એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં 15થી પણ વધુ મહિલાઓ રહી શકે તે રીતની આખી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સમાજના એક પણ આગેવા સન્માન કે સ્પીચ નહીં આપે
મહારાસ દરમિયાન ભારતભરમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો પણ ઉમટશે. પરંતુ એક પણ આગેવાનનું સન્માન નહીં કરવામાં કરવા આવે તેમજ એક પણ સમાજના આગેવાન સમાજ સંદેશ સિવાય પોતાનું વક્તવ્ય નહીં આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે