Gujarat Police Mega Action : સ્પામાં ચાલતા ગોરખધંધા પર ગુજરાત પોલીસે મોટું પગલુ લીધુ છે. આજે રાજ્યભરમાં પોલીસ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામા આવ્યા છે. પોલીસ સ્પા સેન્ટરો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. જેમાં કેટલાક સ્પામાં ચાલતા દૂષણોને કારણે સ્પાનો વ્યવસાય બદનામ થયો છે. ત્યારે આવા કેટલાક સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદના સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છે. મસાજની આડમાં અનૈતિક ધંધાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય વ્યાપી સ્પાને લઇને ગુજરાત પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં પણ 350 થી વધુ સ્પા છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. અમદાવાદ શહેરના એડિશનસ સીપી નીરજ કુમાર બડગુર્જરે આ વિશે જણાવ્યું કે, કલાકમાં 350 સ્પા ચેક કરવામાં આવ્યા છે. જેમાં 9 ફરિયાદ દાખલ કરાઈ છે. સ્પા સંચાલક સામે ફરિયાદ કારઈ છે. જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામા ભંગની દાખલ કરવામાં આવી છે. આવનાર સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.


રસ્તા પર દર્દનાક મોત : છકડો રીક્ષા ચલાવતા ડ્રાઈવરને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટએટેક, CCTV


ગાંધીનગરમાં બહારથી મહિલાઓ બોલાવાતી 
ગાંધીનગરમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. કુટણખાનું ચલાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અલગ-અલગ ત્રણ સ્પામાં રેડ કરતા કુટણખાનું ઝડપાયું છે. તનીશા રોયલ સ્પા, રેડ ડાયમંડ સ્પા અને ડેવિંગસી સ્પા પર રેડ પાડવામા આવી હતી. જ્યાં સ્પામાં બહારથી મહિલાઓને લાવી સ્પા ચલાવતા હતા. ગુજરાત બહારથી મહિલાઓને લાવી દેહ વ્યાપાર ચલાવતા હતા. 


વડોદરામાં દરોડા
વડોદરામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર તવાઈ બોલાવાઈ છે. માંજલપુર અને વાઘોડિયા રોડ પર ચાલતા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસને તપાસ દરમિયાન બે યુવતીઓ મળી આવી છે. પોલીસ વેરિફિકેશન વિના જ યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસે સ્પાના મેનેજર ધર્મેશ સોલંકીની ધરપકડ કરી.


ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો : હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ


વલસાડમા મહિલાને ચાલુ ડિલીવરીમાં આવ્યો હાર્ટએટેક, બાળકને જન્મ આપ્યા બાદ હાર્ટ બંધ થયુ