મૌલિક ધામેચા/અમદાવાદ: તાજેતરમાં જ જગન્નાથ મંદિર નજીક યુવકની હત્યા કરવાના કેસમાં આરોપીઓની પોલીસે ધરપડક કરી છે. જોકે આ કેસમાં મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી હોવાનુ ખુલ્યું. ગાયકવાડ હવેલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પાંચેય આરોપીની ધરપકડ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલે મોટો ખેલ પાડ્યો: AMULમાંથી ભાજપના જ રામસિંહ પરમાર હવે ગયા, કોંગ્રેસને પણ ઝટકો


પોલીસ ગિરફતમાં રહેલ કાળાબુરખામાં પાંચેય આરોપીઓ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી દીધી. ઘટનાની વિગત વાત કર્યે તો ગુરુવારના સાંજના સમયે જગન્નાથ મંદિર નજીક એક અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશ મળી હતી. જેમાં યુવક પાસેથી મળી આવેલા મોબાઈલથી આ યુવક મહેસાણાના મલાપુરાનો ભરત પરમાર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગાયકવાડ હવેલી પોલીસે હત્યા ને લઈ તપાસ કરતા સીસીટીવીના આધારે કમલેશ ઉર્ફે ભુરિયો વાઘેલા, પ્રતિમ પ્રજાપતિ,રતિલાલ ઉર્ફે ખોડો વાઘેલા, સત્યન સોલંકી અને બંસી ચૌહાણની ધરપકડ કરી.જેમની પૂછપરછ માં મુખ્ય આરોપી કમલેશ વાઘેલાએ મૃતક ભરતને છરી મારી હતી અન્ય આરોપી ઝપાઝપી કરી મદદગારી કરવામાં ધરપકડ કરી છે.


બેંકમાં બમ્પર વેકેન્સી: 63,000 રૂપિયા મળશે પગાર, પરંતુ આ રીતે કરવી પડશે અરજી


આ હત્યા કેસમાં પોલીસને પહેલા પ્રતિમ પ્રજાપતિ નામના આરોપીની જમાલપુરથી ધરપકડ કરી અને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક ભરત અને ઐયુબ પઠાણ નામનો એક યુવક વચ્ચે ગુરુવારના બપોરે બોલાચાલી અને ઝઘડો થયો.જેમાં મૃતક ભરતે ઐયુબખાનને ધક્કો મારતા નીચે પડી જતાં તેને હાથમાં ઇજા થઇ અને હોસ્પિટલમાં દાખલ થયો હતો.જે ઐયુબખાનએ આ વાતની જાણ તેના મિત્ર કમલેશ વાઘેલાને કરી હતી. 


દોડો..દોડો...આ મહિલાઓને વિના વ્યાજે મળે છે લોન, ઇચ્છા હોય તો ચૂકવો નહીંતર કંઇ નહી


જેથી આરોપી કમલેશએ તેના અન્ય ચાર મિત્રોને લઈ ભરત પરમાર શોધીને તેની રોડ પર હત્યા કરી ફરાર થઈ ગયા હતા.જે મિત્રના ઝઘડાની અદાવત રાખી કમલેશ વાઘેલા સહિત પાંચ આરોપીએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.નોંધનીય છે કે મૃતક ભરત છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘરે નહોતો આવતો અને કામ ધંધા અર્થે અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદ માં છૂટક મજૂરી કરતો હતો.


અમેરિકન જાનુડીને ગિફ્ટમાં આપો હાર્ટ ડાયમંડ, તરત જ કહેશે, ‘વીલ યુ મેરી મી...’


 પોલીસે હત્યામાં વાપરેલ છરી કબ્જે લીધી છે અને પાંચેય આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.ત્યારે પકડાયેલ પાંચ આરોપી છૂટક મજૂરી કરે છે પરંતુ મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે ભુરિયો વાઘેલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેના વિરુદ્ધ 22 પ્રોહીબિશન અને 8 ગંભીર ગુના સહિત 8 વખત તેની પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.