અલ્પેશ ઠાકોર સાથે Exclusive મુલાકાત, કેમ આપ્યું રાજીનામું? કોણે કાપ્યું પત્તું? સવાલોના આપ્યા જવાબ
અલ્પેશ ઠાકોરે ગઇકાલે અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે zee24kalak સાથેની વાતચીતમાં કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, કોંગ્રેસે અમારી સાથે દગો કર્યો છે.
મહેસાણા: અલ્પેશ ઠાકોરે ગઇકાલે અનેક અટકળો વચ્ચે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે zee24kalak સાથેની વાતચીતમાં કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપો કરતા જણાવ્યું કે, કોંગ્રેસે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે બહુ અપેક્ષાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે અમારો ઉપયોગ કરી તરછોડી દીધા છે.
વધુમાં વાંચો: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હું સમાજના વિકાસ અને સમાજની સેવા માટે પાર્ટીમાં જોડાયો હતો. પણ પાર્ટીએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે બહું અપેક્ષાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ કોંગ્રેસ અમારો ઉપયોગ કરી તરછોડી દેવામાં આવ્યા છે. ત્યારે મારે ફક્ત સમાજની સેવા કરવી છે. મારે મારા રાધનપુરનો વિકાસ કરવો છે અને મારા ગરીબ મિત્રોનો વિકાસ કરવો છે. તેથી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.
રાજકોટમાં 5 શખ્સો દ્વારા 2 યુવકો પર છરી વડે હુમલો, એકનું મોત
મારી સેનાનો આદેશ છે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઇએ જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું જેનો સહજ સ્વિકાર કરશો. કોઇ એક બાબતની ઉણપ રહી સન્માન...સન્માન...અને સન્માન...જેનું ભારોભાર દુઃખ છે. કોઇ એક બાબત હંમેશા મળી વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...વિશ્વાસઘાત...
વધુમાં વાંચો: પોરબંદર બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે કાંધલ જાડેજા બની શકે છે માથાનો દુખાવો
મહત્વનું છે, કે હવે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. જેના કારણે ગુજરતાની બેઠકો પર કોંગ્રેસની મુશ્કેલી વધશે અને જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.