Gujarat Weather Updates: હવામાન વિભાગે ગુજરાતમાં બે વાવાઝોડા અને વરસાદને લઇને એક મોટી આગાહી કરી છે. ચક્રવાત બિપરજોય દિશા બદલીને ખૂબ જ ખતરનાક બની ગયું છે. ચક્રવાત ગુજરાતના કચ્છ કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. જેને જોતા કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂને બપોરે ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળીના થાંભલા અને ટેલિફોન લાઈનોને નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતના તમામ બીચ પણ સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. વલસાડમાં તકેદારી તરીકે મરીન કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજ્યમાં સત્તારૂઢ ભાજપે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર આયોજિત થનારી સભાઓ રદ કરી દીધી છે. પાર્ટીએ 15 જૂન સુધીની બેઠકો રદ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાત બિપરજોય કચ્છના માંડવીમાં ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છમાં ચક્રવાતને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા કચ્છ પહોંચશે અને તૈયારીઓની સમીક્ષા કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ આ ચક્રવાતથી પ્રભાવિત થશે. તો ત્યાં તેની અસર પાકિસ્તાનના કરાંચી પર પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 15 જૂને ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરી છે.


ખાનગી શાળાઓ પરથી લોકોનું મન ઉઠી ગયું! ગુજરાતમાં 5 લાખ છાત્રોએ સરકારી શાળાઓમાં...!!


ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે. હવે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2023 વાવાઝોડુંનું વર્ષ બની રહેશે. તેમના મતે, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવઝોડાની શક્યતા દર્શાવી છે. 


ક્યાં કેટલો કહેર વરસાવશે 'બિપરજોય' વાવાઝોડું? ગુજરાતમાં ક્યાંથી થશે પસાર અને શું અસર


અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.


આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી


અંબાલાલ પટેલે કરી હતી આઆગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે. 


ગુજરાતમાં અહી જો કોર્પોરેટર જાય તો માર ખાવો પડે તેવી સ્થિતિનું થયું છે નિર્માણ!


ચોમાસા દરમિયાન અન્ય વિઘ્નો આવશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી દર્શાવી નહોતી. 


મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં


અંબાલાલ પટેલે અગાઉ જ આગાહી કરી નાંખી હતી કે, વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે. 


Pics: થાઈલેન્ડ-ગોવાને પણ ટક્કર મારે એવા ગુજરાતના આ 5 બીચ...એક એકથી છે ચડિયાતા