ગુજરાત પર કોપાયમાન થયા સૂરજ દેવતા, 44 ડિગ્રી સાથે અમરેલી દેશનું સૌથી ગરમ શહેર બન્યું
Heatwave Alert : ગુજરાતમાં કાળઝાર ગરમી... 13 શહેરોમાં 40 ડિગ્રીને પાર નોંધાયો તાપમાનનો પારો... 44 ડિગ્રી ગરમી સાથે અમરેલી બન્યું અગન ભઠ્ઠી, ગુજરાતના અનેક શહેરો અગન ભઠ્ઠી બનીને શેકાયા
Gujarat Weather : ગુજરાતમાં સૂરજ દેવતા કોપાયમાન થયા છે. કારણ કે, બુધવારે ગુજરાતના મોટાભાગના શહેરો 40 ડિગ્રી તાપમાનમાં શેકાયા હતા. લગભગ 14 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નોંધાયું હતું. તો 44 ડિગ્રી તાપમાન સાથે અમરેલી ન માત્ર ગુજરાતનું પરંતુ આખા દેશમાં સૌથી ગરમ શહેર બન્યું હતું. તો ગુજરાતના અનેક શહેરો અગન ભઠ્ઠી બનીને શેકાયા છે.
ક્યાં કેટલું તાપમાન
રાજકોટ 43.8
વડોદરા 43.6
મહુઆ અને સુરેન્દ્રનગર 43.4
કેશોદ 42.7
અમદાવાદ 42.2
સુરત 42.1
ભુજ 41.6
વલ્લભ વિદ્યાનગર 41.5
ગુજરાત સહિત આખા દેશમાં ગરમીનો પારો સતત વધીર હ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલા કમોસમી વરસાદ બાદ ગઈકાલથી ગરમીનો પારો ઉંચકાયો છે. ચારેબાજ આકાશમાંથી અગનગોળા વરસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગરમીના પ્રકોપથી ગુજરાતનું કોઈ શહેર બાકી નથી રહ્યું. ગુજરાતનું અમરેલી શહેર 44 ડિગ્રી તાપમાન સાથે દેશભરમાં સૌથી ગરમ શહેર રહ્યુ હતું.
હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી
હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.
ચોમાસું સારું જશે તેની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.
200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યા આ ગુજરાતી ઉદ્યોગપતિ, દેશભરમાં થયા વખાણ