ગુજરાત વિધાનસભા 2022: BJPના કન્ફર્મ ઉમેદવારોના નામ ZEE 24 કલાક પર EXCLUSIVE; સત્તાવાર જાહેરાત બાકી
ZEE 24 કલાક પર સૌથી પહેલાં ભાજપના ઉમેદવારોના નામ અમે તમને આપી રહ્યા છે. ભાજપના કન્ફર્મ ઉમેદવારોના નામની એક યાદી સામે આવી છે. સૂત્ર પ્રમાણે આ જ ભાજપના કન્ફર્મ ઉમેદવારોની યાદી છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નક્કી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના દિલ્હી પહોંચ્યા છે. આજે ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક મળશે, જેમાં ભાજપ પોતાના ઉમેદવારો પર મંથન કરશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવા માટે બેઠકો કરી રહ્યું છે. ત્યારે આજે ZEE 24 કલાક પર રાજનીતિની સૌથી મોટી ખબર તમને આપી રહ્યા છે.
ZEE 24 કલાક પર સૌથી પહેલાં ભાજપના ઉમેદવારોના નામ અમે તમને આપી રહ્યા છે. ભાજપના કન્ફર્મ ઉમેદવારોના નામની એક યાદી સામે આવી છે. સૂત્ર પ્રમાણે આ જ ભાજપના કન્ફર્મ ઉમેદવારોની યાદી છે. 2022માં ભાજપના કેટલાક નેતાઓની ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે. ભાજપના 50 ઉમેદવારોની ટિકિટ નિશ્ચિત મનાઈ રહી છે.
2022માં ભાજપના કેટલાક નેતાઓની ટિકિટ કન્ફર્મ, 50 ઉમેદવારોની ટિકિટ નિશ્ચિત મનાઈ રહી છે. જે નીચે મુજબ છે..
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી
- આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ
- વનમંત્રી કિરીટસિંહ રાણા
- મંત્રી અર્જુનસિંહ ચૌહાણ
- પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાવી
- પૂર્વ મંત્રી જયેશ રાદડિયા
- પૂર્વ મંત્રી જવાહર ચાવડા
- મંત્રી દેવામાલ
- મંત્રી કુબેર ડીંડોર
- મંત્રી જિતુ ચૌધરી
- મંત્રી કીર્તિસિંહ વાઘેલા
- મુકેશ પટેલ રાજ્ય મંત્રી
- આર સી મકવાણા રાજ્ય મંત્રી
- મનીષા વકીલ રાજ્ય મંત્રી
- નીમિષા સુથાર રાજ્ય મંત્રી
- નરેશ પટેલ આદિજાતિ મંત્રી
- અલ્પેશ ઠાકોર
- હાર્દિક પટેલ
- શંકર ચૌધરી
- સંગીતા પાટીલ
- ગણપત સિહ વસાવા
- ઈશ્વર પટેલ
- બળવંત સિંહ રાજપૂત
- જેઠા ભરવાડ
- દિલીપ ઠાકોર
- હર્ષદ રિબડીયા
- ગીતાબા જાડેજા
- રજની પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી
- કેતન ઈનામદાર
- મધુ શ્રીવાસ્તવ
- હીરા સોલંકી
- પરસોત્તમ સોલંકી
- બાબુ બોખીરિયા
- પબુભા માણેક
- જશા બારડ
- શશીકાંત પડ્યા
- બાબુભાઈ જમનાદાસ પટેલ