ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ માટે ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરત જિલ્લાની કુલ 16 બેઠક પર ઉમેદવારોનું ફાઇનલ ચિત્ર સામે આવી ગયું છે. સુરત શહેરમાં 12 અને જિલ્લાની કુલ ચાર એટલે કે 16 વિધાનસભા સીટ છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ હવે કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેની વિગત સામે આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સુરત જિલ્લાની સ્થિતિ
સુરત જિલ્લામાં શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકો પર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થઈ ગઈ છે. સુરત જિલ્લાની કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે. જેમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. સુરતમાં અનેક દિગ્ગજો મેદાનમાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત અનેક મોટા નેતા સુરતથી ચૂંટણી લડી રહ્યાં છે. એટલે કે સુરતની સીટો પર આ વખતે સમગ્ર ગુજરાતની નજર છે. 


આ બેઠક પર સૌથી વધુ ઉમેદવારો
સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા છે. જ્યારે જિલ્લાની ચાર બેઠકો પર કુલ 20 ઉમેદવારો મેદાનમાં છે. સુરત શહેરની લિંબાયત વિધાનસભા સીટ પર સૌથી વધુ 44 ઉમેદવારો મેદાનમાં છે. તો સુરત શહેરમાં મજુરા વિધાનસભા સીટ પર માત્ર 4 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે મજુરાથી હર્ષ સંઘવી ચૂંટણી લડી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં PM મોદીની 8 રેલી, ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન


  • સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર

  •  કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે.

  • સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા.

  • સૌથી વધુ લીંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાને.

  • સુરત શહેરમાં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર.

  • 155 ઓલપાડ વિધાનસભા બેઠક પર 15 ઉમેદવાર.

  • 156 માંગરોળ બેઠક પર 5 ઉમેદવાર.

  • 157 માંડવી બેઠક પર 7 ઉમેદવાર.

  • 158 કામરેજ બેઠક પર 8 ઉમેદવાર.

  • 159 સુરત પૂર્વ બેઠક પર 14 ઉમેદવાર.

  • 160 સુરત ઉત્તર બેઠક પર 9 ઉમેદવાર.

  • 161 વરાછા રોડ બેઠક પર 5 ઉમેદવાર.

  • 162 કરંજ બેઠક પર 8 ઉમેદવાર.

  • 163 લીંબાયત બેઠક પર 44 ઉમેદવાર.

  • 164 ઉધના બેઠક પર 10 ઉમેદવાર.

  • 165 મજુરા બેઠક પર 4 ઉમેદવાર.

  • 166 કતારગામ બેઠક પર 8 ઉમેદવાર.

  • 167 સુરત પશ્ચિમ બેઠક પર 10 ઉમેદવાર.

  • 168 ચોર્યાસી બેઠક પર 13 ઉમેદવાર.

  • 169 બારડોલી બેઠક પર 5 ઉમેદવાર.

  • 170 મહુવા બેઠક પર 3 ઉમેદવારો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube