Gujarat Election 2022: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં PM મોદીની 8 રેલી, ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

Gujarat Election Latest News: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લેવાના છે. પીએમ મોદી શનિવારથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. 

Gujarat Election 2022: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં PM મોદીની 8 રેલી, ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ઉમેદવારી પત્રો ભરવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે પ્રચારનો સમય છે. ત્યારે ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. એટલે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદી સંભાળવાના છે. 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ વખતે પુરજોર મહેનત કરી રહી છે. તેથી પ્રધાનમંત્રી મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. પીએમ મોદી શનિવાર (19 નવેમ્બર) થી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. 

જાણો પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ
1. નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. 
2. પ્રધાનમંત્રી મોદી શનિવારે સાંજે 7.30 કલાકે વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી રાત્રીરોકાણ પણ અહીં કરવાના છે. 
3. પીએમ મોદી રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. 
4. પ્રધાનમંત્રી મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. 
5. પ્રધાનમંત્રી મોદી વેરાવળમાં સવારે 11 કલાકે, ધોરાજીમાં બપોરે 12.45 કલાકે, અમરેલીમાં બપોરે 2.30 કલાકે અને બોટાદમાં સાંજે 6.15 કલાકે સભા કરશે. 
6. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. 
7. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ત્રણ સભાઓને સંબોધિ કરશે. 
8. પીએમ મોદી રવિવારે સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભાને સંબોધિત કરશે. 
9. રવિવારે બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરશે. 
10. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 30 રેલીઓ અને રોડ શો કરે તેવી સંભાવના છે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલી કરી હતી. 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટો પર જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news