ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની એક એવી સીટ જ્યાં ભાજપ હજુ સુધી જીત મેળવી શકી નથી. તે છે આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક. આથી આ વખતે બોરસદ વિધાનસભા બેઠક ભાજપ માટે મોટી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. અહીંયા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોરસદ બેઠકનું રાજકીય ગણિત:
2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવ્યા હતા. બોરસદ વિધાનસભા બેઠક પર 1995થી 2002 સુધી ભરત સોલંકીએ સતત 3 વખત જીત મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો હતો. 


બોરસદ બેઠકનો ટ્રેક રેકોર્ડ: 
વર્ષ          વિજેતા ઉમેદવાર         પક્ષ 


1962        મગનભાઈ પટેલ          સ્વતંત્ર પાર્ટી 


1967        આર.ડી.પટેલ             કોંગ્રેસ 


1972        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 


1975        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 


1980        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 


1985        ઉમેદભાઈ ગોહેલ          કોંગ્રેસ 


1990        માધવસિંહ સોલંકી        કોંગ્રેસ 


1995        જી.યુ.ફતેહસિંહ            કોંગ્રેસ 


1998        ભરતસિંહ સોલંકી         કોંગ્રેસ 


2002       ભરતસિંહ સોલંકી         કોંગ્રેસ 


2004       અમિત ચાવડા            કોંગ્રેસ 


2007       અમિત ચાવડા            કોંગ્રેસ 


2012        રાજેન્દ્રસિંહ પરમાર        કોંગ્રેસ 


2017        રાજેન્દ્રસિંહ પરમાર        કોંગ્રેસ 


બોરસદ બેઠક પર મતદારો: 
આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 61 હજાર 186 છે. જેમાંથી 1 લાખ 34 હજાર 658 પુરુષ અને 1 લાખ 26 હજાર 523 મહિલા મતદારો છે. આ વિસ્તારમાં ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ, વણકર-રોહિત, ચુનારા-દેવીપૂજક, બ્રાહ્મણ, વાણિયા સહિત અન્ય મતદારોનો સમાવેશ થાય છે.