ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા, કેજરીવાલ આ શું બોલ્યા?
Gujarat Assembly Election 2022: જામનગરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ઇલેક્શન કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો હતો.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ છે. ગત વખતની જેમ આ વખતે પણ કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ વખતે ચૂંટણી પંચે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
જામનગરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ઇલેક્શન કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો હતો. શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવી જોઈતી હતી. શકિતસિંહે બે તબક્કામાં મતદાનના ચૂંટણી પંચના નિર્ણયને પણ આવકાર્યો હતો. જામનગરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ સીઆર પાટિલે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં 2 દાયકામાં ગુજરાતમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને સૌએ જોઈ છે. આ વિકાસ યાત્રાના સહભાગી બની સૌએ ભાજપાને ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે. આ વખતે ફરી એકવાર સૌનાં મળશે આશીર્વાદ. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube