Gujarat Election 2022, કેતન બગડા/અમરેલી: અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમના હરીફ ઉમેદવાર ભાજપના મધ્યસ્થ કાર્યાલય આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અમરેલીમાં પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીને મળ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ સાથે ચાની ચુસ્કી લીધી એ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવું કહેવાય રહ્યું છે કે પરેશ ધાનાણી હાર ભાળી ગયા છે એટલે ભાજપ કાર્યાલય ચા પીવા આવ્યા અને આશીર્વાદ લેવા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેને જોઈને દરેક સૌરાષ્ટ્રવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમરેલીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના કહી શકાય ત્યારે આ બાબતે અમરેલીના સહકાર વિગત નેતા દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોઈ આપણે આંગણે આવે તો એને આવકારો આપવો જોઈએ. હાર ભાળી ગયા એવું ન કહી શકાય. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાર ભાળી ગયા હોય અને ભાજપને શરણે આવ્યા એવું કહી શકાય. 



અમરેલી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાની જીત નિશ્ચિત છે, ત્યારે સામેના ઉમેદવાર તરફથી આવી હરકતો જોવા મળે છે અને આજે સવારે જ કૌશિક વેકરીયાની કમળ રેલી નીકળી ત્યારે પણ પરેશ ધાનાણી બાઈક ઉપર રેલી વચ્ચેથી પસાર થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.


અમરેલી વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય ખાતે  ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube