ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેની રાહ જોઈ રહી છે. રાજકીય પ્રચારની ગરમાગરમીની વચ્ચે આજે વાત કરીશું પાટણ વિધાનસભા બેઠકની. પાટણ જિલ્લો અહીંયા બનનારી રેવડી માટે દેશ અને દુનિયામાં જાણીતો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેવડી કલ્ચરને દેશ માટે ખતરો ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓ દેશમાં રેવડી કલ્ચરને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહી છે. બધાએ સાથે મળીને રેવડી કલ્ચરના વિચારને હરાવવાનો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે અત્યંત વિનાશકારી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાભરમાં બ્રિટનનું રાજ હતું ત્યારે નવસારીના એક પારસીએ ધ્રૂજાવી હતી બ્રિટિશ સંસદ!

પાટણ બેઠકનું રાજકીય સમીકરણ:
પાટણ વિધાનસભા બેઠક પર ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે. હાલના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. પાટણ સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ 2007માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1998થી આ બેઠક પર બીજેપીનો દબદબો હતો. જોકે 2015માં પાટીદાર આંદોલનના કારણે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના કિરીટ પટેલનો વિજય થયો હતો.


પાટણ બેઠક પર મતદારો:
5 જાન્યુઆરી 2022ની મતદાર યાદી પ્રમાણે પાટણ બેઠક પર 1,56,595 પુરુષ મતદારો છે. તો 1,46,267 મહિલા મતદારો છે. કુલ મળીને આ બેઠક પર 3,02,874 મતદારો છે.

આણંદ વિધાનસભામાં કેવા છે રાજકીય સમીકરણો? જાણો આવખતે આણંદમાં કોનો ચાલશે એક્કો

પાટણ બેઠક પર કોનો દબદબો:
પાટણ બેઠક પર સૌથી વધારે ઠાકોર અને પાટીદાર મતદારોનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધારે 65,000 ઠાકોર, 40,000 પાટીદાર, 30,000 દલિત, 22,000 માલધારી, 17,000 મુસ્લિમ, 14,000 પ્રજાપતિ અને 12,000 દેવીપૂજક સમુદાયના મતદારો છે.


પાટણ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર    પક્ષ


1962  વિજય કુમાર ત્રિવેદી     કોંગ્રેસ


1967  વિજય કુમાર ત્રિવેદી     કોંગ્રેસ


1972  નાથાભાઈ દેસાઈ     કોંગ્રેસ


1975  અમીન ભગવાનદાસ     બીજેએસ


1980  ડાહ્યાભાઈ પટેલ    જેએનપી


1985  કાંતિલાલ પટેલ     કોંગ્રેસ


1990  અરવિંદ પટેલ ભાજપ


1995  અરવિંદ પટેલ ભાજપ


1998  મોહન પટેલ         ભાજપ


2002  આનંદીબેન પટેલ     ભાજપ


2007  આનંદીબેન પટેલ     ભાજપ


2012  રણછોડભાઈ દેસાઈ    ભાજપ


2017  કિરીટ પટેલ        કોંગ્રેસ

વિધાનસભાની વાતઃ વડોદરા જિલ્લાની અકોટા બેઠક પર શું ભાજપ જીતની હેટ્રિક લગાવી શકશે?

શું કિરીટ પટેલ જીતનો પરચમ લહેરાવી શકશે?
પાટીદાર આંદોલન થકી આ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલને જીત મળી હતી. તો શું ફરીથી કોંગ્રેસના કિરીટ પટેલ જીત મેળવી શકશે?. કે પછી ભાજપ ફરીથી આ બેઠક પર કબજો કરશે. આ એવા સવાલ છે જેનો જવાબ તો મતદારોના હાથમાં છે. જે મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો નિર્ણય આપશે.


પાટણ બેઠકના પ્રશ્નો:
ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની લોકો માગણી કરી રહ્યા છે. જીઆઈડીસીની માગણી, ખેતીવાડી માટે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી છોડવાની માગણી ખેડૂતો દ્વારા અવારનવાર કરવામાં આવે છે. ત્યારે આ મુદ્દા આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube