Gujarat Assembly Election 2022: બનાસકાંઠામાં શરૂ થશે બેઠકનો દૌર, મધ્ય ગુજરાત બાદ અમિત શાહ આજે ઉત્તર ઝોનની લેશે બેઠક
Gujarat Assembly Election 2022: ગત ત્રણ દાયકાથી રાજ્યમાં સત્તાધીન ભાજપે આ વખતે ચૂંટણીમાં રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 150 પર જીતનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જો પાર્ટી આ ટાર્ગેટને પ્રાપ્ત કરી લે છે તો તે 1985 માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસની 149 સીટો પર જીતના રેકોર્ડને તોડી દેશે.
Amit Shah Visit Gujarat: રાજ્યમાં ચૂંટણીની તડામારી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે તો બીજી તરફ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે દિવાળી પર્વે ઉત્તર ઝોન, અમદાવાદ તથા કચ્છના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ઝોન ,અમદાવાદ તથા કચ્છમાં જીત માટે રણનીતિ પર ચર્ચા કરશે. આજે સવારે 10:30 કલાકે બનાસકાંઠામાં બેઠકનો દૌર શરૂ થશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહેશે.
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઉત્તર ઝોનમાં 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે જ્યારે 18 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદની 21 બેઠકમાંથી 15 ભાજપ અને જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદની 21 બેઠકમાં 15 ભાજપ જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે છે. કચ્છ 6 બેઠકમાંથી 5 ભાજપ પાસે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.
અત્રે ઉલ્લેખનીય છે આ પહેલાં રવિવારે (23 ઓક્ટોબર) ના રોજ અમિત શાહે ભાજપના મધ્ય ગુજરાત ક્ષેત્રના પદાધિકારીકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં હાજર નેતાઓ પાસેથી ત્રણ નવેમ્બ સુધી સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું હતું કે પાર્ટી મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાં આવેલી તમામ 52 વિધાનસભા સીટો પર જીત કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. તેમણે કહ્યું કે વડોદરાની એક હોટલમાં ચાર કલાક સુધી બેઠક યોજાઇ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube