છોટાઉદેપુર :ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિવાદ, પરિવારવાદ સામે આવી રહ્યો છે. જેને કારણે ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. છોટાઉદેપુર કૉંગ્રેસની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને વિખવાદ ઉભો થયો છે. ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્રને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. તો સાથે જ નારણ રાઠવા દ્વારા કોઈ પણ ચૂંટણી નહી લડવાની નિવૃત્તિ જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ નારણ રાઠવાએ પોતાના દીકરાને છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માંગ કરી છે. નારાણ રાઠવાએ કહ્યું કે, સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા લોકસભા લડે અને પોતાના જમાઈ રાજેન્દ્ર રાઠવાને વિધાનસભાની ટિકિટ આપીને લડાવે. હું આજે જ નિવૃત્તિ જાહેર કરું છું, હું પણ આગામી લોકસભા અથવા રાજ્યસભાની ચૂંટણી નહિ લડું, યુવાઓને તક આપો. અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું, જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા.  


આ પણ વાંચો : Breaking News: રોડ અકસ્માતમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન


છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનુ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.