વિધાનસભાની વાતઃ આદિવાસી બહુમતિ ધરાવતી આ બેઠક પર આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ સાથે જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને તેજ બનાવવામાં આવી રહ્યો છે. એવામાં આ આર્ટિકલમાં વાચ કરીશું આદિવાસી બહુમત ધરાવતી બેઠકની દાતાની...
ઝી બ્યૂરો, અમદાવાદઃ બનાસકાંઠાની એક મહત્વની વિધાનસભા બેઠક એટલે દાંતા. જે આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. અહીં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય છે. મત વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો એટલે કે બનાસકાંઠા. સાત વિધાનસભા બેઠકો ધરાવતો આ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. આ વખતે તો કોંગ્રેસને હરાવવા માટે ભાજપની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. બનાસકાંઠાની એક મહત્વની વિધાનસભા બેઠક એટલે દાંતા. જે આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. અહીં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય છે.
દાંતા બેઠકમાં અમીરગઢ તાલુકો અને દાંતા તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો આ વિસ્તાર છેવાડાનો પ્રદેશ છે. બનાસકાંઠા જિલ્લાની આ વિધાનસભા બેઠક પુરેપુરી વિકસિત નથી. આજે પણ લોકો અનેક પ્રશ્નોથી પરેશાન છે.
દાંતા બેઠક પર શું છે સમીકરણો?
આદિવાસી ઉમેદવાર માટે અનામત એવી આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળે છે. આ બેઠક પર કુલ 2 લાખ 1 હજાર 797 મતદારો છે. જેમાંથી 1 લાખ 4 હજાર 418 પુરુષ મતદારો છે તો 97 હજાર 379 મહિલા મતદારો છે. આ મતદારોમાંથી લગભત 42 ટકા જેટલા આદિવાસી મતદારો છે. જ્યારે 11 ટકા ઠાકોર મતદારો છે. તો છ ટકા જેટલા રાજપૂત મતદારો છે. જ્યારે અન્ય મુસ્લિમ, રબારી, પ્રજાપતિ, દલિત, ચૌધરી પટેલ સહિતના મતદારો છે.
શું છે દાંતા બેઠકોનો ઈતિહાસ?
વર્ષ વિજેતા પક્ષ
2017 કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ
2012 કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ
2009 વસંત ભટોળ ભાજપ
2007 મુકેશકુમાર ગઢવી કોંગ્રેસ
2002 મુકેશકુમાર ગઢવી કોંગ્રેસ
1998 મુકેશકુમાર ગઢવી કોંગ્રેસ
1995 કાંતિભાઈ કચોરીયા ભાજપ
1990 કાંતિભાઈ કચોરીયા ભાજપ
1985 બળદેવસિંહ વાઘેલા કોંગ્રેસ
1980 હરિસિંહ ચાવડા જેએનપી
1975 હરિસિંહ ચાવડા એનસીઓ
1972 લાલજીભાઈ કરેન કોંગ્રેસ
1967 એફ ડી પટેલ કોંગ્રેસ
દાંતા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી આઠ વાર કોંગ્રેસ જીત્યું છે. જ્યારે 3 વાર ભાજપ જીત્યું છે. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી અહીંથી ધારાસભ્ય છે. આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે. ત્યારે બનાસકાંઠાની જનતા પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન તે ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube