ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. કેમ કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એવી અનેક સીટો છે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ સીટો પર વિપક્ષી દળ સંપૂર્ણ તાકાત સાથે લડી રહ્યું છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું ભાવનગરની ગ્રામીણ વિધાનસભા બેઠકનું રાજકીય સમીકરણ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર ગ્રામ્ય બેઠક વિશે જાણો: 
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56  ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. કોંગ્રેસ 4 ટર્મ સુધી આ બેઠક પર જીત મેળવતું હતું. પરંતુ ભાજપે પછી તેમાં ગાબડું પાડ્યું હતું. છેલ્લી 5 ટર્મથી ભાજપ આ બેઠક પર અવિજેય છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, મઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે.  

ભાવનગર ગ્રામ્ય બેઠકના મતદારો: 
જાતિગત સમીકરણની વાત કરીએ તો ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોળી સમુદાય, પટેલ સમુદાય અને ક્ષત્રિય સમુદાયનો દબદબો છે. આ બેઠક પર કુલ 2 લાખ 58 હજાર 467 મતદારો છે. જેમાં 1 લાખ 35 હજાર 520 પુરુષ અને 1 લાખ 22 હજાર 947 મહિલા મતદારો છે. 

ભાવનગર ગ્રામ્ય બેઠકનું રાજકીય સમીકરણ: 
ભાવનગર ગ્રામ્ય બેઠક એટલે પરસોત્તમ સોલંકી અને પરસોત્તમ સોલંકી એટલે ભાવનગર ગ્રામ્ય બેઠક. બંને એકબીજાનો પર્યાય બની ગયા છે. કેમ કે આ બેઠક છેલ્લી 5 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. 25 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબજો છે. જોકે આ વખતે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો છે. જનતા કેટલા આશીર્વાદ આપશે તે તો આવનારો સમય જ બતાવશે. 

2017નું પરિણામ: 
ભાજપના પરસોત્તમ સોલંકીને 89 હજાર 555 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાંતિ ચૌહાણને 58 હજાર 562 મત મળ્યા હતા.  

ભાવનગર ગ્રામ્ય બેઠકનો ટ્રેક રેકોર્ડ: 
વર્ષ        વિજેતા ઉમેદવાર            પક્ષ 


1972      પ્રતાપરાય શાહ              કોંગ્રેસ 


1975      ગોહિલ જોરુભા               કોંગ્રેસ 


1980      કિરીટસિંહ ગોહિલ            કોંગ્રેસ 


1985      દિલીપસિંહ ગોહિલ           કોંગ્રેસ 


1990      નાનાભાઈ રોયલ            જનતા દળ 


1995      પરબતસિંહ ગોહિલ          કોંગ્રેસ 


1998      પરસોત્તમ સોલંકી            ભાજપ 


2002      પરસોત્તમ સોલંકી            ભાજપ 


2007      પરસોત્તમ સોલંકી            ભાજપ 


2012      પરસોત્તમ સોલંકી            ભાજપ 


2017      પરસોત્તમ સોલંકી            ભાજપ

શું છે સ્થાનિક સમસ્યા: 
આ બેઠક પરના લોકોની સૌથી મોટી સમસ્યા રોજગારીની છે. લોકોને કામકાજ માટે સિહોરની જીઆઈડીસીમાં જવું પડે છે. આ બેઠક પરના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. તેમાં પણ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો ભારે નારાજ છે. તાંબા-પિત્તળનો વ્યવસાય કરતાં હોવાથી સ્થાનિક સિહોરવાસીઓને રોજગારી મળી રહે છે. પરંતુ આ વિસ્તારના લોકો રોજગારી માટે મોટા ઉદ્યોગની રાહ જોઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube