ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું દેવગઢ બારિયા વિધાનસભાની વાત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવગઢ બરિયાનો ચૂંટણી ઈતિહાસ:
ચૂંટણી વર્ષ         વિજેતા ઉમેદવાર           પક્ષ
2017                બચુભાઇ ખાબડ          ભાજપ
2012                બચુભાઇ ખાબડ          ભાજપ
2007                તુસારસિંહ મહારાઉ     એનસીપી
2002                બચુભાઇ ખાબડ          ભાજપ
1998               મહારાઉ જયદિપસિંહ   કોંગ્રેસ
1995               પ્રતાપસિંહ પટેલ           ભાજપ
1990               મહારાઉ જયદિપસિંહ     કોંગ્રેસ
1985               રમણ પટેલ                   કોંગ્રેસ
1980               રમણ પટેલ                   કોંગ્રેસ (આઇ)
1972               જયદિપસિંહ એસ.         આઇએનડી
1967               જયદિપસિંહજી             SWA
1962               જયદિપસિંહ એસ.        SWA


ગુજરાત રાજ્યની 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દેવગઢબારિયા વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 59.26 નોંધાઈ હતી. 2017માં ભાજપના ઉમેદવાર બચુભાઇ ખાબડે કોંગ્રેસના ભરતસિંહ વાખલાને 59.26 વોટના માર્જીનથી હરાવ્યા હતા. સતત બે ટર્મથી હાલ ભાજપનું રાજ છે. આ વર્ષે આપ પાર્ટીની એન્ટ્રી થતા ત્રિપાંખીયો જંગ જામી શકે છે.


જાતિગત સમીકરણો-
દાહોદ જિલ્લામાં 75 ટકા આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે.  દેવગઢ બારિયામાં પણ આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ બેઠક પર અંદાજે કુલ 2,22,384 મતદારો નોંધાયેલા છે. શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન ધર્મના લોકો વસવાટ કરે છે.


દેવગઢ બારિયાનો ચૂંટણી ઇતિહાસ-
દેવગઢબારિયા વિધાનસભા સીટ પર વર્ષ 1990માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઉર્વશીદેવીએ બાજી મારી હતી. ત્યારબાદ વર્ષ 1995માં ભાજપના ઉમેદવાર પ્રતાસિંહ પટેલે જીત મેળવવાની સાથે આ બેઠક પર ભાજપ માટે ખાતું ખોલ્યું હતું. જોકે, ત્યાર બાદના વર્ષોમાં આ બેઠક પર ભારે રસાકસી રહી. 1998માં કોંગ્રેસના ઉમેદવાર મહારાઉ ઉર્વશીદેવીએ ફરી પોતાની ગુમાવેલી સત્તા મેળવી લીધી હતી. તો વર્ષ 2002માં ભાજપના બચુભાઇ ખાબડે કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લીધી હતી. જોકે, 2007માં અહીં એનસીપીનો ઉદય થયો અને તુસારસિંહ કનકસિંહ મહારાઉ વિજેતા બન્યા હતા. વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના બચુભાઇ ખાબડ ફરી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017માં આ સીટ ભાજપે જીતી હતી.


પ્રજાની શું સમસ્યા-
દેવગઢ બારિયામાં વાહનવ્યવહાર, પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇનું પાણી, તબીબી સેવાઓ અને શિક્ષણનો અભાવ છે. બીજી તરફ રોડ રસ્તા અને સ્વચ્છતા, રોજગારી, વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ક્યો પક્ષ મતદારોને રીઝવવામાં સફળ રહેશે તે તો હવે આવનાર સમય જ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube