ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. આ વખતે બીજેપીની સામે સત્તા ટકાવી રાખવાનો પડકાર છે. તો કોંગ્રેસ ફરી એકવાર પોતાની ગુમાવેલી આબરૂ પાછી મેળવવાનો મરણિયો પ્રયાસ કરી રહી છે. બીજીબાજુ દિલ્લી બાદ પંજાબમાં સરકાર બનાવ્યા પછી આમ આદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરવાનું એલાન કરી ચૂકી છે. તેની વચ્ચે અમે તમને ગુજરાતના સુરત શહેરની કતારગામ વિધાનસભા બેઠક વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કતારગામ બેઠક: 
સુરત શહેરની કતારગામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિનોદભાઈ મોરડિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ પહેલાં આ બેઠક પરથી ભાજપના નાનુભાઈ વાનાણી ધારસભ્ય તરીકે ચૂંટાતા હતા. 2012થી લઈને 2017 સુધી નાનુભાઈ વાનાણી ધારાસભ્ય બન્યા અને ગુજરાત સરકારમાં મંત્રી પણ બન્યા. નાનુભાઈ વાનાણીએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નંદલાલ પાંડવને 43,000 મતથી હરાવ્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં ભાજપના વિનોદ મોરડિયાએ કોંગ્રેસના જિગ્નેશ મેવાસાને 79,240 મતથી હરાવ્યા હતા. 


વિધાનસભા ચૂંટણીમાં કતારગામનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ        વિજેતા                    પક્ષ 
2012    નાનુભાઈ વાનાણી       ભાજપ 


2017    વિનોદ મોરડિયા         ભાજપ 


રાજકીય પૃષ્ઠભૂમિ: 
સુરતની કતારગામ વિધાનસભા બેઠકનું અસ્તિત્વ પણ 2008માં ગુજરાતમાં નવા સીમાંકન પછી થયું. આ વિસ્તાર પણ સુરતની 84 વિધાનસભા વિસ્તારનો જ ભાગ હતો. ભાજપે નવી વિધાનસભા બેઠક પર નાનુભાઈ વાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા અને તે જીતીને ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. 2017માં ભાજપે નાનુભાઈ વાનાણીને જગ્યાએ વિનુ મોરડિયાને ટિકિટ આપી. અને પહેલીવાર ધારાસભ્ય બનેલા વિનોદ મોરડિયા ગુજરાત સરકારના મંત્રાલયમાં પહોંચી ગયા. હાલમાં તે શહેરી વિકાસ રાજ્યમંત્રી છે. કુલ મળીને કતારગામ વિધાનસભા વિસ્તારની રાજકીય પૃષ્ઠભૂમિ ભાજપના સમર્થનમાં રહી છે. હવે જોવાનું એ રહેશે કે 2022ની ચૂંટણીમાં ભાજપ પોતાના કયા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે. 


કતારગામની ભૌગોલિક સ્થિતિ: 
2008માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલ કતારગામ વિધાનસભા બેઠક સુરત લોકસભા ક્ષેત્રમાં આવે છે. સુરત લોકસભા ક્ષેત્રમાંથી દર્શના જરદોશ સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં ટેક્સટાઈલ અને રેલવે રાજ્યમંત્રી પણ છે. આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. પરંતુ મોટાભાગે ડાયમંડ સાથે જોડાયેલા લોકો વધારે છે. સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં મોટાભાગે મધ્યમવર્ગીય પરિવાર રહે છે. જે અત્યાર સુધી ભાજપના સપોર્ટર રહ્યા છે. આ વિસ્તારમાં ટેક્સટાઈલ લૂમ્સની સાથે સાથે ટેક્સટાઈલ મિલ અને ડાયમંડની નાની ફેક્ટરીઓ પણ આવેલી છે. જેમાં ગુજરાત સહિત દેશભરના લોકો રોજીરોટી મેળવવા માટે મજૂરીકામ કરવા આવે છે. 


મતદારોની યાદી: 
કતારગામ વિધાનસભા વિસ્તારમાં 3,21,008 મતદારો છે. જેમાં 1,76,555 મહિલાઓ છે અને 1,44,470 પુરુષ મતદારો છે. 


2022ની ચૂંટણીની તસવીર: 
2012 અને 2017માં ભાજપે આ બેઠક જીતી લીધી હતી. હાલના ધારાસભ્ય વિનોદ મોરડિયા 2005થી 2020 સુધી ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ વિસ્તારમાં વિકાસરૂપી લગભગ તમામ કામ સુરત મનપા કરી રહ્યું છે. એવામાં વિધાનસભાની ચૂંટણી માટે કોઈ મુદ્દા નથી. તો 2022ની ચૂંટણીમાં ભાજપની જીત લગભગ સરળ રહેશે. પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બેઠક પર ત્રિપાંખિયો જંગ રહેશે તે નક્કી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube