કોને ટિકિટ આપવી કોને નહીં તે કઈ રીતે થાય છે નક્કી? જાણો ભાજપ કઈ રીતે કરે છે ઉમેદવારની પસંદગી
![કોને ટિકિટ આપવી કોને નહીં તે કઈ રીતે થાય છે નક્કી? જાણો ભાજપ કઈ રીતે કરે છે ઉમેદવારની પસંદગી કોને ટિકિટ આપવી કોને નહીં તે કઈ રીતે થાય છે નક્કી? જાણો ભાજપ કઈ રીતે કરે છે ઉમેદવારની પસંદગી](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2022/10/27/408064-bjpnirkshakkkkkekkk.jpg?itok=Lf_frAHj)
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે.નવા વર્ષની સાથે જ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કામોને વધુ વેગવંત બનાવવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે આજથી નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ભાજપે સત્તા યથાવત રાખવા ચૂંટણીલક્ષી કવાયતને તેજ બનાવી છે. ભાજપે નવા વર્ષથી જ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આરંભમાં મુકી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપે નવા વર્ષે જ નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી. જે અંતર્ગત આજથી નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. કઈ બેઠક પર કોને ટિકિટ આપવી? સ્થાનિક કક્ષાએ લોકો કોને ઉમેદવાર તરીકે ઈચ્છે છે? ખાસ કરીને ભાજપના કાર્યકરો કોને સમર્થન આપી રહ્યાં છે? આ દરેક પાસાઓ પર વિચાર કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે.
દિવાળીનો તહેવાર પૂર્ણ થતા હવે ભાજપ સંપૂર્ણ ઈલેક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજથી ભાજપના નિરીક્ષકો જિલ્લા અને મહાનગર કક્ષાએ ઉપસ્થિત રહેશે. આગામી ચૂંટણીમાં 182 બેઠકો પર ઉમેદવાર નક્કી કરવા સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બે સ્થળે 12નિરીક્ષકો આજે દિવસ દરમ્યાન 8 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે. આજે ઓસ્વાલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં અસારવા અને નરોડા બેઠક જયારે બપોર બાદના બીજા તબક્કામાં દરિયાપુર અને દાણીલીમડા બેઠક માટે સેન્સ લેવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube