ઝી બ્યૂરો, અમદાવાદઃ કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક એટલે માંડવી વિધાનસભા બેઠક. માંડવી અને મુંદ્રા તાલુકાના વિસ્તારનો સમાવેશ માંડવી વિધાનસભા બેઠકમાં થાય છે. દરિયાકિનારો અને દાબેલી જ્યાંની પ્રખ્યાત છે તેવી માંડવી વિધાનસભા બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં આ બેઠક પર 13 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી આઠ વાર ભાજપ જીત્યું છે, ચાર વાર કોંગ્રેસ જીત્યું છે. તો એકવાર સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડવી વિધાનસભા બેઠક મોટાભાગે ગ્રામીણ મતદારો આવે છે. કચ્છમાં ફરવા આવનાર લોકો માંડવીની મુલાકાત તો લે જ છે. મનમોહક દરિયાકિનારો અને શ્યામજી કૃષ્ણ વર્માનું પ્રખ્યાત મેમોરિયલ ધરાવતી માંડવી વિધાનસભા બેઠકનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. જો કે, સમયાંતરે આ બેઠકનો મિજાજ બદલાય છે અને કોંગ્રેસને જીત મળે છે.


શું છે માંડવીના સમીકરણો?
માંડવીમાં સવર્ણોની વસતિ વધારે છે. 35 ટકા સવર્ણ લોકોની વસતિ છે. 21 ટકા મુસ્લિમ વસતિ છે. 13 ટકા દલિત વસતિ છે. 15 ટકા ઓબીસી, 7 ટકા એસટી અને 8 ટકા અન્ય જાતિઓનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 20 હજાર જેટલા પાટીદાર મતદારો પણ છે. મોરબીની માંડવી વિધાનસભા બેઠકને જીતવા માટે આ સમીકરણોને ધ્યાનમાં લેવા જરૂરી છે.


માંડવી વિધાનસભા બેઠકનો ઈતિહાસ:
વર્ષ        ચૂંટાયેલા ધારાસભ્ય              પક્ષ
2017    વિરેન્દ્રસિંહ જાડેજા             ભાજપ
2012    તારાચંદ છેડા                    ભાજપ
2007    ધનજીભાઈ સેંઘાણી           ભાજપ
2002     છબીલભાઈ પટેલ             કોંગ્રેસ
1998    સુરેશ મહેતા                     ભાજપ
1995    સુરેશ મહેતા                     ભાજપ
1990    સુરેશ મહેતા                     ભાજપ
1985    સુરેશ મહેતા                     ભાજપ
1980    જયકુમાર સંઘવી                કોંગ્રેસ
1975    સુરેશ મહેતા                     ભાજપ
1972    નોશિર દસ્તુર                    કોંગ્રેસ
1967    જે.એલ. મહેતા                  કોંગ્રેસ
1962    હિંમતસિંહજી એમ. કે.      સ્વતંત્ર પાર્ટી


ક્યા મુદ્દાઓ પર મતદારો આપશે મત?
માંડવી વિધાનસભા બેઠક પર અત્યાર સુધી મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેતો હતો. આ વખતે આમ આદમી પાર્ટી પણ જંગમાં ઝંપલાવવાની છે. જેથી જંગ રસપ્રદ બની શકે છે. પ્રવાસન સ્થળોનો વિકાસની સાથે પ્રાથમિક સુવિધાઓમાં વધારો પણ આ બેઠકનો લોકો ઝંખી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube