વિધાનસભાની વાતઃ પહેલાં તબક્કાની 89 બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ! જાણો કઈ બેઠક પણ કોની-કોની વચ્ચે ટક્કર
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ પહેલાં તબક્કાની 89 બેઠકોમાં કઈ બેઠક પર કોની સામે થશે કોની વચ્ચે ટક્કર એ જાણવા જેવું છે. કારણકે, આ વખતે સામ-સામે નહીં બલકે આમ આદમી પાર્ટી મેદાનમાં આવવાથી ત્રિ-પાંખિયો જંગ ખેલાશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.
પ્રથમ તબક્કોઃ (89 બેઠકો) સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતઃ
ક્રમ બેઠક જિલ્લો ભાજપ કોંગ્રેસ AAP
- અબડાસા- કચ્છ-1 પ્રદ્યુમ્નસિંહ જાડેજ મહમદ જત વસંત ખેતાણી
- માંડવી- કચ્છ-2 અનિરુદ્ધ દવે રાજેન્દ્રસિંહ જાડેજા કૈલાશ ગઢવી
- ભુજ- કચ્છ-3 કેશુભાઈ પટેલ અરજણ ભૂડિયા રાજેશ પાંડોરિયા
- અંજાર કચ્છ-4 ત્રિકમ છાંગા રમેશ ડાંગર અરજણ રબારી
- ગાંધીધામ-SC-1 કચ્છ-5 માલતી મહેશ્વરી ભરત સોલંકી બી. ટી. મહેશ્વરી
- રાપર કચ્છ-6 વીરેન્દ્રસિંહ જાડેજા બચુભાઈ અરેઠિયા આંબાભાઈ પટેલ
- દસાડા-SC-7 સુરેન્દ્રનગર-1 પરષોત્તમ પરમાર નૌશાદ સોલંકી અરવિંદ સોલંકી
- લીંબડી સુરેન્દ્રનગર-2 કિરીટસિંહ રાણા કલ્પના મકવાણા મયૂર સાકરિયા
- વઢવાણ સુરેન્દ્રનગર-3 જગદીશ મકવાણા તરુણ ગઢવી હિતેશ પટેલ
- ચોટીલા સુરેન્દ્રનગર-4 શામજી ચૌહાણ ઋત્વિક મકવાણા રાજુ કરપડા
- ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર-5 પ્રકાશ વરમોરા છત્રસિંહ ગુંજારિયા વાઘજી પટેલ
- મોરબી મોરબી-1 કાંતિ અમૃતિયા જયંતી પટેલ પંકજ રાણસરિયા
- ટંકારા મોરબી-2 દુર્લભજી દેથરિયા લલીત કગથરા સંજય ભટાસણા
- વાંકાનેર મોરબી-3 જિતેન્દ્ર સોમાણી મહમદ પિરઝાદા વિક્રમ સોરાણી
- રાજકોટ પૂર્વ રાજકોટ-1 ઉદય કાનગડ ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાહુલ ભૂવા
- રાજકોટ પશ્ચિમ રાજકોટ-2 દર્શિતા શાહ મનસુખ કાલરિયા દિનેશ જોશી
- રાજકોટ દક્ષિણ રાજકોટ-3 રમેશ ટીલાળા હિતેશ વોરા શિવલાલ બારસિયા
- રાજકોટ ગ્રામ્ય SC-8 રાજકોટ-4 ભાનુ બાબરિયા સુરેશ બથવાર વશરામ સાગઠિયા
- જસદણ રાજકોટ-5 કુંવરજી બાવળિયા ભોળાભાઈ ગોહિલ તેજસ ગાજીપરા
- ગોંડલ રાજકોટ-6 ગીતાબા જાડેજા યતિશ દેસાઈ નિમિષા ખૂંટ
- જેતપુર રાજકોટ-7 જયેશ રાદડિયા દીપક વેકરિયા રોહિત ભૂવા
- ધોરાજી રાજકોટ-8 મહેન્દ્ર પાડલિયા લલીત વસોયા વિપુલ સખિયા
- કાલાવડ-SC-9 જામનગર-1 મેઘજી ચાવડા પ્રવીણ મૂછડિયા ડૉ. જિજ્ઞેશ સોલંકી
- જામનગર ગ્રામ્ય જામનગર-2 રાઘવજી પટેલ જીવણ કુંભારવાડિયા પ્રકાશ દોંગા
- જામનગર ઉત્તર જામનગર-3 રિવાબા જાડેજા બિપેન્દ્રસિંહ જાડેજા કરસન કરમૂર
- જામનગર દક્ષિણ જામનગર-4 દિવ્યેશ અકબરી મનોજ કથીરિયા વિશાલ ત્યાગી
- જામજોધપુર જામનગર-5 ચિમન સાપરિયા ચિરાગ કાલરિયા હેમંત ખવા
- ખંભાળિયા દ્વારકા-1 મૂળુભાઈ બેરા વિક્રમ માડમ ઈસુદાન ગઢવી
- દ્વારકા દ્વારકા-2 પબુભા માણેક મૂળુ કંડોરિયા લખમણ નકુમ
- પોરબંદર પોરબંદર-1 બાબુ બોખીરિયા અર્જુન મોઢવાડિયા જીવન જુંગી
- કુતિયાણા પોરબંદર-2 ઢેલીબહેન ઓડેદરા નાથા ઓડેદરા ભીમા મકવાણા
- માણાવદર જૂનાગઢ-1 જવાહર ચાવડા અરવિંદ લાડાણી કરસન ભાદરકા
- જૂનાગઢ જૂનાગઢ-2 સંજય કોરડિયા ભીખાભાઈ જોશી ચેતન ગજેરા
- વીસાવદર જૂનાગઢ-3 હર્ષદ રીબડિયા કરશન વડોદરિયા ભૂપત ભાયાણી
- કેશોદ જૂનાગઢ-4 દેવા માલમ હીરાભાઈ જોટવા રામજી ચૂડાસમા
- માંગરોળ જૂનાગઢ-5 ભગવાનજી કરગટિયા બાબુભાઈ વાજા પીયૂષ પરમાર
- સોમનાથ ગીર સોમનાથ-1 માનસિંહ પરમાર વિમલ ચૂડાસમા જગમાલ વાળા
- તાલાલા ગીર સોમનાથ-2 ભગવાન બારડ માનસિંહ ડોડિયા દેવેન્દ્ર સોલંકી
- કોડિનાર-SC-10 ગીર સોમનાથ-3 પ્રદ્યુમ્ન વાજા મહેશ મકવાણા વાલજી મકવાણા
- ઊના ગીર સોમનાથ-4 કે. સી. રાઠોડ પૂંજાભાઈ વંશ સેજલ ખૂંટ
- ધારી અમરેલી-1 જયસુખ કાકડિયા કીર્તિ બોરીસાગર કાંતિ સતાસિયા
- અમરેલી અમરેલી-2 કૌશિક વેકરિયા પરેશ ધાનાણી રવિ ધાનાણી
- લાઠી અમરેલી-3 જનક તલાવિયા વીરજી ઠુંમર જયસુખ દેત્રોજા
- સાવરકુંડલા અમરેલી-4 મહેશ કસવાલા પ્રતાપ દૂધાત ભરત નાકરાણી
- રાજુલા અમરેલી-5 હીરા સોલંકી અમરિષ ડેર ભરત બલદાણિયા
- મહુવા ભાવનગર-1 શિવા ગોહિલ કનુ કલસરિયા અશોક જોલિયા
- તળાજા ભાવનગર-2 ગૌતમ ચૌહાણ કનુ બારૈયા લાલુબહેન ચૌહાણ
- ગારિયાધાર ભાવનગર-3 કેશુભાઈ નાકરાણી દિવ્યેશ ચાવડા સુધીર વાઘાણી
- પાલિતાણા ભાવનગર-4 ભીખાભાઈ બારૈયા પ્રવીણ રાઠોડ ડૉ. ઝેડ. પી. ખેની
- ભાવનગર ગ્રામ્ય ભાવનગર-5 પરસોત્તમ સોલંકી રેવતસિંહ ગોહિલ ખુમાણસિંહ ગોહિલ
- ભાવનગર પૂર્વ ભાવનગર-6 સેજલબહેન પંડ્યા બળદેવ સોલંકી હમીર રાઠોડ
- ભાવનગર પશ્ચિમ ભાવનગર-7 જિતુ વાઘાણી કિશોરસિંહ ગોહિલ રાજુ સોલંકી
- ગઢડા-SC-11 બોટાદ-1 શંભુપ્રસાદ ટુંડિયા જગદીશ ચાવડા રમેશ પરમાર
- બોટાદ બોટાદ-2 ઘનશ્યામ વિરાણી મનહર પટેલ ઉમેશ મકવાણા
- નાંદોદ- ST-14 નર્મદા-1 દર્શના વસાવા હરેશ વસાવા પ્રફુલ વસાવા
- ડેડિયાપાડા- ST-15 નર્મદા-2 હિતેશ વસાવા જેરમાબેન વસાવા ચૈતર વસાવા
- જંબુસર ભરૂચ-1 ડી. કે. સ્વામી સંજય સોલંકી સાજીદ રેહાન
- વાગરા ભરૂચ-2 અરુણસિંહ રાણા સુલેમાન પટેલ જયરાજ સિંહ
- ઝઘડિયા-ST-16 ભરૂચ-3 રિતેશ વસાવા ફતેસિંહ વસાવા ઉર્મિલા ભગત
- ભરૂચ ભરૂચ-4 રમેશ મિસ્ત્રી જયકાંત પટેલ મનહર પરમાર
- અંકલેશ્વર ભરૂચ-5 ઈશ્વરસિંહ પટેલ વિજયસિંહ પટેલ અંકુર પટેલ
- ઓલપાડ સુરત-1 મુકેશ પટેલ દર્શન નાયક ધાર્મિક માલવિયા
- માંગરોળ-ST-17 સુરત-2 ગણપત વસાવા અનિલ ચૌધરી સ્નેહલ વસાવા
- માંડવી- ST-18 સુરત-3 કુંવરજી હળપતિ આનંદ ચૌધરી સાયનાબેન ગામીત
- કામરેજ સુરત-4 પ્રફુલ્લ પાનસેરિયા નીલેશ કુંભાણી રામ ધડુક
- સુરત પૂર્વ સુરત-5 અરવિંદ રાણા અસલમ સાયકલવાલા કંચન જરીવાલા
- સુરત ઉત્તર સુરત-6 કાંતિભાઈ પટેલ અશોક પટેલ મહેન્દ્ર નાવડિયા
- વરાછા રોડ સુરત-7 કિશોર કાનાણી પ્રફુલ તોગડિયા અલ્પેશ કથીરિયા
- કરંજ સુરત-8 પ્રવીણ ઘોઘારી ભારતી પટેલ મનોજ સોરઠિયા
- લિંબાયત સુરત-9 સંગીતા પાટીલ ગોપાલ પાટીલ પંકજ તાયડે
- ઉધના સુરત-10 મનુભાઈ પટેલ ધનસુખ રાજપૂત મહેન્દ્ર પાટીલ
- મજૂરા સુરત-11 હર્ષ સંઘવી બળવંત જૈન PVS શર્મા
- કતારગામ સુરત-12 વિનોદ મોરડિયા કલ્પેશ વરિયા ગોપાલ ઈટાલિયા
- સુરત પશ્ચિમ સુરત-13 પૂર્ણેશ મોદી સંજય પટવા મોક્ષેશ સંઘવી
- ચોર્યાસી સુરત-14 સંદીપ દેસાઈ કાંતિ પટેલ પ્રકાશ કોન્ટ્રાક્ટર
- બારડોલી-SC-13 સુરત-15 ઈશ્વર પરમાર પન્નાબેન પટેલ રાજેન્દ્ર સોલંકી
- મહુવા-ST-19 સુરત-16 મોહન ઢોડિયા હેમાંગિની ગરાસિયા કુંજન પટેલ
- વ્યારા-ST-20 તાપી-1 મોહન કોકણી પુનાભાઈ ગામીત બિપિન ચૌધરી
- નિઝર-ST-21 તાપી-2 ડૉ. જયરામ ગામીત સુનીલ ગામીત અરવિંદ ગામીત
- ડાંગ-ST-22 ડાંગ-1 વિજય પટેલ મુકેશ પટેલ સુનીલ ગામીત
- જલાલપોર નવસારી-1 રમેશ પટેલ રણજિત પંચાલ પ્રદીપ મિશ્રા
- નવસારી નવસારી-2 રાકેશ દેસાઈ દીપક બારોટ ઉપેશ પટેલ
- ગણદેવી-ST-23 નવસારી-3 નરેશ પટેલ અશોક પટેલ પંકજ એલ. પટેલ
- વાંસદા-ST-24 નવસારી-4 પીયૂષ પટેલ અનંત પટેલ પંકજ પટેલ
- ધરમપુર-ST-25 વલસાડ-1 અરવિંદ પટેલ કિશન પટેલ કમલેશ પટેલ
- વલસાડ વલસાડ-2 ભરત પટેલ કમલ પટેલ રાજુ મરચા
- પારડી વલસાડ-3 કનુ દેસાઈ જયશ્રી પટેલ કેતન પટેલ
- કપરાડા-ST-26 વલસાડ-4 જિતુ ચૌધરી વસંત પટેલ જયેન્દ્ર ગાવીત
- ઉંમરગામ-ST-27 વલસાડ-5 રમણ પાટકર નરેશ વળવી અશોક પટેલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં યોજાનારી સૌરાષ્ટ્ર-કચ્છની 89 બેઠકો પર ઉમેદવારી નોંધાવવાનો ગઇકાલે સોમવારે છેલ્લો દિવસ હતો. હવે આજથી એટલેકે મંગળવારથી ઉમેદવારી ફોર્મ ચકાસવાની પ્રક્રિયા શરૂ થશે અને ગુરુવારે ઉમેદવારી અંગેનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઇ જશે. રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામશે તે નિશ્ચિત બન્યો છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ભાજપ પોતાના વિકાસકામોની ગાથા ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે. તો કોંગ્રેસ બંધ બારણે રણનીતિ ઘડી રહી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવાથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે. AAPની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણો બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.