ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું- `ગુજરાતના પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ`
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એ વડોદરામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં એવોર્ડ કાર્યક્રમ માટે હું આવ્યો છું, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને હું આવ્યો છું, ખૂબ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમેરિકામાં પણ આવું નથી. નરેન્દ્ર મોદીએ દેશની એકતાને મજબૂત કરવાનું કામ કર્યું છે.
રવિઅગ્રવાલ/વડોદરા: શહેરના એક કાર્યક્રમમાં રવિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પાટીદારોને ઓબીસીમાં અનામત આપે, પાટીદારોને ઓબીસીમાં લેવા કે નહિ તેના અધિકાર રાજ્ય સરકાર પાસે છે. પાટીદાર સમાજના ગરીબ લોકોને અનામત મળવી જોઈએ. અમે તમામ જાતિઓને ન્યાય અપાવવા માટે કામ કરીએ છીએ. રાજ્ય સરકારને જનગણના કરવાનો અધિકાર નથી.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એ વડોદરામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં એવોર્ડ કાર્યક્રમ માટે હું આવ્યો છું, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને હું આવ્યો છું, ખૂબ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અમેરિકામાં પણ આવું નથી. નરેન્દ્ર મોદીએ દેશની એકતાને મજબૂત કરવાનું કામ કર્યું છે. નેશનલ સ્ટાર્ટ અપ દિવસ છે, ઉદ્યોગો વધ્યા છે, સ્ટાર્ટ અપ ઇન્ડિયાના માધ્યમથી બેરોજગારી ઓછી થઈ રહી છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયાના માધ્યમથી બેરોજગારી ઓછી થઈ નથી. કોંગ્રેસના નેતાઓને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત કરવામાં ડર લાગે છે. કોંગ્રેસના નેતાઓ સરદાર પટેલું સ્ટેચ્યૂ જોવા જશે તો ચક્કર ખાઈ પડી જશે.
તેમણે ઉમેર્યું હતું કે, દલિતોનું આરક્ષણ સરકાર હટાવશે આ વાત બકવાસ છે. વિરોધી પક્ષ કોંગ્રેસના લોકો આવી વાતો ફેલાવે છે. નરેન્દ્ર મોદી દલિતોના મિત્ર છે. નરેન્દ્ર મોદીએ જનધન યોજનામાં 44 કરોડ લોકોના ખાતા ખોલાવ્યા છે. જેમાંથી ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે. પ્રધાનમંત્રી ઉજવવલ્લા યોજનામાં પણ 8.98 કરોડ ના લોકોને ગેસ કનેક્શન મળ્યા છે. ગુજરાતમાં પણ 34 લોકોને ગેસ કનેક્શન મળ્યા છે.
કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલે એ જણાવ્યું હતું કે, 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપ સત્તામાં આવશે. પંજાબમાં કોઈને પણ બહુમત નહિ મળે. પંજાબમાં અમરિંદર સિંહ અને ભાજપ સરકાર બનાવશે. ઉત્તરપ્રદેશમાં જેમને પાર્ટી છોડી તેને નાટક કર્યું, જેનાથી કોઈ ફરક નહિ પડે. યુપીમાં ભાજપ 300 થી વધુ સીટો જીતશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રિપબ્લિકન ઓફ ઇન્ડિયા પક્ષનો વિસ્તાર કરાશે. પાટીદારોને ઓબીસીમાં સ્થાન આપી અનામત આપવું જોઈએ. અમારી પાર્ટીની માંગ છે, મારું મંત્રાલય આ બાબતે વિચાર કરશે મારા મંત્રાલયમાં આ વખતે બજેટમાં સરકાર નાણાં વધારશે.
રામદાસ અઠાવલેએ જણાવ્યું કે પંજાબ સરકારે પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક કરી છે. પ્રધાનમંત્રી કોઈ પણ પક્ષના હોતા નથી. પોલીસે આ મામલે કોઇ જ કાર્યવાહી કરી નહી. પોલીસે રોડ ક્લીઅર ના કરાવ્યો એટલું જ નહીં, પંજાબના મુખ્યમંત્રીએ પણ રોડ ક્લીઅર થવા દીધો નહોતો.
છેલ્લે તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર બહાર શિવસેનાનું કોઈ અસ્તિત્વ નથી. દલિતોને પણ પોતાના ઘરે બોલાવી ભાજપ નેતાઓએ ભોજન કરાવવું જોઈએ. દર વખતે દલિતોના ઘરે જઈ ખાવાના દ્રશ્યો સામે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube