Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવવા પ્રધાનમંત્રી ગુજરાતના દરેક ખૂણે ફરી વળ્યાં છે. ત્યાં આજે તેઓ ગુજરાતમાં ઉપરાઉપરી સભા સંબોધન કરી રહ્યાં છે. મહેસાણા, દાહોદ બાદ તેઓ વડોદરા પહોંચ્યા છે. વડોદરા શહેર જિલ્લાની કુલ 10 બેઠકો છે. આ જનસભાથી તેઓ 10 બેઠકો પર ભાજપનો ભવ્ય પ્રચાર કરશે. વડોદરા એ વર્ષોથીભાજપનો ગઢ કહેવાય છે. પરંતુ આ વખતે રાજકારણનો દબંગાઈ જોવા મળી છે. ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવલખી મેદાનમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને લોકો હાજર રહ્યાં છે. કેમ છો વડોદરાથી તેમણે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આગળ કહ્યું કે, વડોદરા આપણી સાંસ્કૃતિનગરી, શિક્ષણની નગરી અમારા સાથીઓને આર્શીવાદ આપવા આવી છે. આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે. કોઈ સરકારને ફરી બેસાડવા આટલો ઉમંગ ઉત્સાહ હોય તે અતૂટ વિશ્વાસ છે. આપણો સંકલ્પ છે કે ગુજરાત દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીનું હોવુ જોઈએ, વિશ્વના સમૃદ્ધ દેશોના માપદંડમાં ગુજરાત પાછળ ન હોય તેવુ વિકસિત ગુજરાત જોઈએ. પરંતુ આ ગુજરાત કોણ બનાવે. નરેન્દ્ર પણ નહિ અને ભુપેન્દ્ર પણ નહિ. આ વિકસિત ગુજરાત નાગરિકો બનાવશે. તમારા વોટની એક તાકાત, સામ્યર્થ વિકસિત ગુજરાત બનાવશે. આપણે અમૃતકાળમાં છીએ. 25 વર્ષ આપણા જીવનના મહત્વના હોય, તેમ દેશના જીવન માટે આગામી 25 વર્ષ મહત્વના બની રહેશે.  



તેમણે કહ્યું કે, વડોદરાના ગરબા જોવા આ વખતે દુનિયાભરના લોકો આવ્યા હતા. તેઓએ કહ્યુ હતું કે, કાશ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે આવી સ્થિતિ હોય. કોરોના બાદ પહેલીવાર ગુજરાતમાં નેશનલ ગેમ્સ રમાઈ. એ જ દિવસોમાં નવરાત્રિનો ઉત્સવ હતો. દિવસે રમતોત્સવ, અને સાંજે ગરબાની મજા. વિદેશીઓ માટે આ આશ્ચર્યજનક અનુભવ હતો કે ગુજરાત સાંસ્કૃતિક રીતે ઝળહળતુ છે, તપસ્વી છે.