ગાંધીનગર : સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ઉપયોગમાં લેવાયેલા ભંગાર મામલે વિધાનસભામાં હંગામો મચ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે ભંગાર શબ્દનો ઉપયોગ કરવા મામલે વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ દ્વારા વિરોધ સાથે વોક આઉટ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆતમાં સાવારથી જ જોરદાર હંગામી રહી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ વિધાનસભામાં કહ્યું કે, સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે. તેવું કહેતા વિધાનસભામાં ભાજપના નેતાઓ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો અને માફી માંગવાની વાત કરવામાં આવી હતી.


આ અંગે નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, પરેશ ધાનાનીએ સરદાર પટેલને લોખંડના ભંગાર કહ્યા જેના કારણે ભાજપના બધા ધારાસભ્યો વિધાન સભામાં ઉભા થઇ ગયા. પરેશ ધાનણી દ્વારા સતત 3 વાર શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનું નીતિન પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પણ કહી રહ્યા છે કે, પરેશ ધાનનીએ ભૂલ કરી છે અને એમને માફી મંગાવી જોઈએ પણ જાહેરમાં આવીને બોલતા નથી.