ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો બીજો દિવસ છે. વિધાનસભા ગૃહની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. પ્રશ્નોતરી અવર્સ શરૂ થઇ ગયો છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તર અવર્સ દરમ્યાન કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે શાકભાજીના પ્રશ્ન પર લાંબો જવાબ આપતા, કોંગ્રેસના સભ્યોએ બેઠા બેઠા હોબાળો કર્યો હતો. એક તબક્કે મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય પર કોમેન્ટ કરી હતી કે, ગઈ કાલે ખેડુતોના પ્રશ્નની ચિંતા કરતા હતા આજે ખેડુતોના મુદ્દે સાંભળવા તૈયાર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિધાનસભા સત્રમાં વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં મગફળી,મોંઘવારી, બેરોજગારી મુદ્દે ચર્ચા કરાશે. ઉપરાંત કાયદાની કથળતી સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાશે. સત્રના બીજા દિવસે ગૃહમાં છ વિધેયક  પસાર કરવામાં આવશે જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ફોજદારી કાયદો- ગુજરાત સુધારા વિધેયકનો સમાવેશ કરાશે. ગુજરાત નગરપાલિકા- સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિધેયક પસાર કરાશે. ગુજરાત માલિકી ફલેટ સુધારા વિધેયકનો સમાવેશ કરાશે.


મંત્રીઓ, ધારાસભ્યોનો પગાર વધ્યો
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પગાર ભથ્થામાં વધારાનું બિલ રજૂ કરતાં તમામ સભ્યોએ ટેકો આપતાં પસાર થયું હતું. ​છેલ્લે 2005માં પગાર વધારો કરાયો હતો. ભાજપ કોંગ્રેસ સહિતના ધારાસભ્યોએ ટેકો આપતાં પગાર વધારો કરાયો. ધારાસભ્યોને અત્યાર સુધી 70727 પગાર મળતો હતો જે હવેથી 80826 પગાર મળશે.


મગફળી કૌભાંડમાં સરકારે ભૂલ સ્વીકારી
મગફળી કૌભાંડ મામલે ચૂક થઇ હોવાની સરકારે વિધાનસભામાં કરી કબૂલાત. મગફળીની 31 હજાર જેટલી બોરીમાં ભેળસેળ થયાનો સરકારે કરી કબૂલાત. આ ઉપરાંત નલીયા કાંડની તપાસમાં પણ ચૂક રહી હોવાનો પણ સરકારે કેટલેક અંશે સ્વીકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. 

વિપક્ષના નેતાએ ગૃહમાં જ સરકાર ખેડૂતો માટે કરેલા નિર્ણયની જાહેરાત કરે તેવી વિનંતી કરી
સરકાર ખેડૂતોના દેવા માફ કરશે તો અમે પણ ટેકો આપીશું
જો સરકારે નિર્ણય લીધો હોય તો ગૃહમાં જાહેરાત કરવામાં શું વાંધો- વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી

હર્ષદ રિબડીયાનો સરકારને ઘેરવાનો પ્રયાસ
શાકભાજીની ખરીદી પણ ટેકાના ભાવે થાય તેવી માગણી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ માગણી કરી હતી. અને સાથે ખેડુતોને તાલીમ આપવાની જરૂર ન હોવાની વાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ એ સૌ કોઈ તાલીમ લે છે તો ખેડુતોને તાલીમથી વંચિત કોંગ્રેસ કેમ રાખવા માંગે છે તેઓ વળતો પ્રશ્ન કર્યો હતો. પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ વળતો જવાબ આપતાં જણાવ્યું કે, ખેડૂતોને તાલીમ આપવાનો વિરોધ નથી પણ મગફળીને ટેકા ભાવે ખરીદી થાય તેવી પણ તાલીમ આપો.


ખેડૂતોના આપઘાતના પ્રશ્ન પર સરકારનો જવાબ
અમરેલી જીલ્લામાં 30 જૂન 2018 સુધી 1 ખેડૂતે આપઘાત કર્યો હોવાનો સરકાર જવાબ જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં કોઈ ખેડૂતે આપઘાત કર્યો ન હોવાનો જવાબ
આપઘાતનું પ્રમાણ ઘટાડવા સરકારે ટેકાના ભાવે ખરીદી શૂન્ય ટકા પર લોન સહિતના મુદ્દા રજૂ કર્યા.


સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારનો જવાબ
અગમ્ય કારણોસર અમરેલીના ખેડૂતે આપઘાત કર્યો હોવાનો સરકારનો જવાબ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીની કર્મભૂમિમાં ખેડૂતની આત્મહત્યા
ભાવનગર જીલ્લામાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનો ખુલાસો
પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કર્યો હોવાનુ સરકારે સ્વીકાર્યું
તળાજાના ધારાસભ્યએ પૂછેલા સવાલમાં સરકારનો લેખિતમાં જવાબ


સુરત એરપોર્ટના વિસ્તરણ અંગે પણ વિધાનસભામાં પૂછ્યો પ્રશ્ન
18 પ્રોજેક્ટો સુરત એરપોર્ટના વિસ્તારણમાં અવરોધ કરી રહ્યાનો સરકારનો રિપોર્ટ
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રાજ્ય સરકારે 29 જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરી જાણ કરવામાં આવી છે.


પરેશ ધાનાણી - આખરે રોરો-ઘોઘા ફેરી સર્વિસ શરૂ કયારે થશે ? 2019 પછી ? લોકો રડી રહ્યાં છે.
વિજય રૂપાણી - આખા ભારતમાં પ્રથમ વખત આવી સર્વિસ શરૂ થઈ છે. સર્વિસને કારણે પેટ્રોલ અને ડીઝલનો બચાવ થશે. ચોમાસું પુરૂ થશે અને નોરતાંના સમયે ફરીથી શરૂ થશે. રડવાનો સમય પુરો થયો અને હસવાનો સમય શરૂ થશે. જો રો-રો ફેરી સર્વિસમાં એકવાર સફળ થઈએ તો આગામી સમયમાં ગુજરાતથી મુંબઇ સુધીના સાતે-એક રૂટ શરૂ કરવાનું આયોજન છે.

ઘોઘા દહેજ રો-રો ફેરીનો વીમો મળી જાય પછી ચાલુ થઈ જશે
615 કરોડની પ્રોજેક્ટ ખર્ચ હતો તે વિલંબ થતાં એસ્સાર કંપનીને 44 કરોડની પેલન્ટી કરવામાં આવી હોવાનું ગૃહમાં સૌરભ પટેલ માહિતી આપી હતી.
મંત્રીએ દાવો કર્યો હતો કે હજુ ચાલુ થયા બાદ દંડની રકમ નક્કી કરવામાં આવશે.
રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ દિવસમાં ત્રણ સમય ચલાવવામાં આવશે.
રો-રો ફેરી સર્વિસની સેવા શરૂ થયા બાદ દરિયાના અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવાનો વિચાર કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ ફરી એકવાર ગૃહમાં ઉભા થઇ આપ્યો જવાબ
આગામી દિવસોમાં રો-રો ફેરીની જેમ નવા 7 થી 8 રૂટ અને નવા વેસલ્સ શરૂ થશે
કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, સહિતના જિલ્લાઓને પણ જોડવામાં આવશે
આગામી સમયમાં રૂટને મુંબઇ સાથે જોડવાનું પણ આયોજન
કેટલીક એજન્સીઓની ધીમી કામગીરી થઈ છે તેને પેનલ્ટી કરવામાં આવશે
રાજ્યના ઇકોનોમિક ગ્રોથ માટે મહત્વનો પ્રોજેકટ

હેલ્થ લીકર પરમીટ હવે બનશે મોંઘી 
- અગાઉ હેલ્થ પરમીટના 50 અને આરોગ્ય તપાસની ફી 500 રૂપિયા હતી, હવે હેલ્થ પરમીટની ફોર્મ ફી રદ્દ કરી પણ હેલ્થ પરમીટ પ્રોસેસ ફી 2000 અને આરોગ્ય તપાસ ફી 2000 કરવામાં આવી.
- રાજ્યમાં 26 એરિયા મેડિકલ બોર્ડ રદ્દ કરી.અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર વડોદરા અને સુરત એમ 6 એરિયા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી.

કોંગ્રેસના ધારાસભ્યો કાઢી સાઇકલ રેલી, સચિવાલયના ગેટ પર ચુસ્ત બંદોબસ્ત


CM વિજય રૂપાણી દ્વારા ભાજપના સભ્યોને વિધાનસભા ગૃહમાં ફરજિયાત હાજરી અંગે વ્હીપ રજૂ કરવામાં આવ્યો છે. વિધેયક, સરકારી કામકાજના કારણે વ્હીપ જાહેર કરાયો છે. અવિશ્વાસની દરખાસ્તમાં સરકાર તરફી મતદાન કરવા આદેશ કરવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સચિવાલયના ગેટ નં.1 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, વિધાનસભાસત્રના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ હોય, ત્યારે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને મોંઘવારી મુદ્દે વિવિધ બેનરો સાથે કોંગ્રેસ દ્વારા MLA નિવાસથી વિધાનસભા સુધી સાયકલ રેલીનું આયોજન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ રેલી સાથે વિધાનસભા સંકુલમાં પ્રવેશ કરશે જેને લઇને પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.