હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) સોમવારથી ત્રણ દિવસીય ટૂંકુ સત્ર(Session) મળવાનું છે. 9થી 12 દિવસના આ ટૂંકા સત્ર દરમિયાન કુલ 4 બેઠક(4 Seatings) યોજાશે, જેમાં સરકાર કેટલાક બિલ(Bill) રજુ કરવાની છે. રાજ્યમાં બિનસચિવાલય પરિક્ષામાં ગેરરીતિ, દુષ્કર્મની ઘટનાઓ, ખેડૂતોને નુકસાન અને પાક વિમાની સમસ્યા સહિતના વિવિધ મુદ્દે વિરોધ પક્ષ સરકારને ઘેરશે. જેના કારણે વિધાનસભાના સત્રમાં સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે. માત્ર ત્રણ દિવસનું આ સત્ર તોફાની રહેવાની શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાનો પ્રથમ દિવસ
9 ડિસેમ્બરના રોજ વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે, જેમાં શોક પ્રસ્તાવ રજુ કરાશે. પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પટેલને શોકાંજલિ આપવાની સાથે આ બેઠક પૂર્ણ થઈ જશે. બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી, MSME તથા ઈલેક્ટ્રીસિટીના કાયદાના સુધારાનું બિલ રજૂ કરવામાં આવશે. 


વિધાનસભાનો બીજો દિવસ 


  • 10 ડિસેમ્બરના રોજ વિધાનસભા મળવાના બીજા દિવસે જુદા-જુદા 5 બિલ હાથ પર લેવાશે.

  • સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ

  • GSTને લગતું બિલ કે જેમાં યથાવત સિસ્ટમમાં ફેરફાર કરાશે

  • ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં સુધારા - દાવા ચૂકવવાની મુદત 90થી વધારી 365 કરાશે

  • સહકારી મંડળીના અધિનિયમનો સુધારો

  • પ્રોફેશનલ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને લગતું બિલ 


વિધાનસભાનો ત્રીજો દિવસ
11 ડિસેમ્બરના અંતિમ અને ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ડેવલોપ કરવા માટેનું બિલ લાવવામાં આવશે. આ સાથે જ મહાત્મા ગાંધીની 150મી જયંતિનો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા લાવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...