હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ આજે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કૂચ કરવા જઈ રહી છે. કૂચ કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કેટલાક ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં. વિધાનસભાના આ ઘેરાવ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી વિધાનસભાનું શિયાળુ સત્ર, કોંગ્રેસ બિનસચિવાલય-DPS, ખેડૂતો મુદ્દે કરશે ઘેરાવ


ઝી 24 કલાક સાથે વાતચીતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે વિધાનસભા કૂચના કાર્યક્રમમાં નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારે સરમુખત્યારશાહીનો ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતો વિદ્યાર્થીઓ ના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ માર્ગો ઉપર સરકાર સામે લડત આપતું રહેશે. સંવિધાન દિવસની ઉજવણી કે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી માત્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવા થી નહીં થાય જો કે તેના માટે નક્કર કાર્યવાહી કરવી પડશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મ જયંતી ઉજવણીના વર્ષે જ મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાંથી ભણ્યા ત્યાં દારૂ પકડાય આનાથી દયનીય પરિસ્થિતિ ગુજરાતની કઇ હોઇ શકે. અમિત ચાવડાએ કહ્યું કે સંવિધાન દિવસની ઉજવણી કે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી માત્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાથી નહીં થાય જો કે તેના માટે નક્કર કાર્યવાહી કરવી પડશે.


જુઓ LIVE TV...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...