અમદાવાદ : કિશન ભરવાર મર્ડર કેસ મામલે ગુજરાત ATS ની ટીમે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને ગુરૂવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજુ કર્યા હતા. ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે. આ મામલે પાકિસ્તાનના કનેક્શન અંગે એટીએસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે આરોપીઓ પાકિસ્તાન અંડરવર્લ્ડના સંપર્કમાં હોવાની આશંકા છે. ગુજરાત એટીએસ દ્વારા ફાયરીંગ કરનારા મુખઅય બે આરોપીઓને સાથે રાખીને ધંધૂકામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત એટીએસ દ્વારા અધિકારીઓએ ફાયરિંગ કરનારા શબ્બીર ચોપડા અને બાઇક રાઇડર ઇમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત ધંધૂકા મોઢવાલા દરવાજા પાસે થયેલા ફાયરીંગની હકીકત માહિતી મેળવશે. ત્યાર બાદ એટીએસનાં અધિકારીઓએ ધંધૂકા ખાતે આવેલી સર મુબારક દરગાહ ખાતે પણ તપાસ કરશે. આરોપીએ હથિયાર અને બાઇક દરગાહ પાસે છુપાવ્યા હતા. આ અંગે હકિકત મેળવવા માટે તપાસ હાથ ધરાશે. 


અત્રે ઉલ્લેખનીય છેકે યુવકોને ઉશ્કેરનારા મૌલાના કમરગની તૈહરીક કે ફરોકી ઇસ્લામિક નામનું સંગઠન ચલાવતો હતો. તે મુસ્લિમો પાસેથી ફંડીગ મેળવીને આ પ્રકારનાં યુવાનોને ઉશ્કેરતો હતો. યુવાનોને જરૂરી તમામ હિંસક હથિયાર પુરા પાડીતો હતો. 2002 ના રમખાણોને હાથો બનાવી યુવાનોનું બ્રેઇનવોશ કરતો હતો. તેનું પાકિસ્તાન કનેક્શન સહિતની બાબતો અંગે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.