ઝી બ્યુરો/અમદાવાદ: યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. નશાના સોદાગરો હવે નશાનો સામાન સરહદ પારથી ગુજરાતમાં ઘુસાડવામાં નિષ્ફળ રહેતા હોવાથી હવે ઘર આંગણે જ ડ્રગ્સનું ઉત્પાદન કરી સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ અને એનસીબીએ કર્યું છે. આ ઘટનામાં સંયુક્ત ઓપરેશનમાં ગાંધીનગરના પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. સાથે એટીએસ અને એનસીબીએ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે


પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ
ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને ગાંધીનગરમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં 25 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કરાયું છે. રાજસ્થાનના સિરોહીથી પણ બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી છે, જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સિરોહીથી 15 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. બન્ને એજન્સીઓએ અલગ અલગ 4 જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. સાથે ગાંધીનગરના પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. 


લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે વરસાદ, અંબાલાલ પટેલની સટીક આગાહી!


ચૂંટણીને પગલે રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલી છે. ત્યારે ચૂંટણી પંચના આદેશ મુજબ ગુજરાત પોલીસ કેફી દ્રવ્યો સામે સક્રિય બનીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. 16 માર્ચ થી 80 નાર્કોટીક્સના કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે એટીએસએ આજે કેફી દ્રવ્યોનો મોટો જથ્થો પકડ્યો છે. આ કેસમાં બે મહિના પહેલાં એસ એલ ચૌધરીને માહીતી મળી હતી. જેને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ ઇન્ટેલીજન્સ થકી ડેવલપ કરી. એટીએસને થલતેજ અને પીપળજના વ્યક્તિ કામ કરી રહ્યાની માહીતી મળી હતી. થલતેજના મનોહર ઐનાની અને ગાંધીનગરના કુલદિપસિહ રાજપુરોહિતની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે.


'તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે'


ચાર સ્થળોએ રેડ કરી
એટીએસએ  માહિતીના આધારે આજે ચાર સ્થળોએ રેડ કરી હતી. એટીએસ અને એનસીબીએ સાથે રેડ કરી હતી. પહેલી રેડ રાજસ્થાનના ભીનમાલ ખાતે કરી ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં  રગારામ મેઘવાલ, બજરંગ બિશ્નોઇ, નરેશ મકવાણા અને કનૈયા લાલ ગોહિલની ધરપકડ કરાઇ છે. આ કિસ્સામાં 15 કિલો એમડી અને 100 લીટર લીક્વીડ ફોર્મમાં ડ્રગ્સ મળ્યું છે. બીજી રેડ ગાંધીનગરના પીપળજ ખાતે કરવામાં આવી છે. જેમાં અહીંથી પણ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કુલદિપ સીંગ, રીતેષદવે , હરીશ સોલંકી, દિપક સોલંકી અને શિવરતન અગ્રવાલની ધરપકડ કરાઈ છે. ગાંધીનગરના પીપળજથી 476 ગ્રામ એમડી ડ્રગ્સ અને 16.94 લીટર લીક્વીડ ડ્રગ્સ જપ્ત કરાયું છે. ત્રીજી રેડ રાજસ્થાના ઓસીયા ખાતે કરાઇ, જ્યાથી ડ્રગ્સ બનાવવાના સાધનો જપ્ત થયા છે. અહીં રામ પ્રતાપ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. ચોથી રેડ અમરેલી ખાતે તીરૂપતી કેમ ટેક ખાતે કરવામાં આવી છે. જેમાં ૬.૫ કિલો ડ્રગ્સ અને ચાર લીટર લીક્વીડ ડ્રગ્સ જપ્ત કરાયું છે. અહીં પણ બે આરોપી નિતિન કાબરીયા અને કિરીટ માલદિયાની ધરપકડ કરાઈ છે. એમ કુલ ચાર રેડમાં ૨૨.૦૨ કિલો એમડી અને ૧૨૪ લીટર લિક્વીડ એમડી ઝડપાયું છે. 


ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું; 'આ વિરોધ તો..


ચારેય રેડમાં ૨૩૦ કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો હોવાની પોલીસે માહિતી આપી હતી. ચાર ફેક્ટરી સીઝ કરવામાં આવી છે. રો મટીરીયલ વાપીની જીઆઇડીસીથી સપ્લાય થતું હોવાની વાત સામે આવી છે. બે રાજ્યમાં ચાલતું વ્યાપક ષડયંત્ર, તપાસ એનસીબીને સોપવામાં આવી છે. તપાસ માટે મહત્વ પુર્ણ પુરાવા રેડ દરમિયાન હાથ લાગ્યા હતા. તપાસ દરમિયાન વધુ આરોપીઓના નામ ખુલવાની સંભાવના સેવાઈ રહી છે. હવે પછીની તપાસમાં ખબર પડશે કે આ ડ્રગ્સ ક્યાં વેચાતુ હતુ. આ ઘટનામાં મનોહર અને કુલદિપ મુખ્ય આરોપી છે. કનૈયા લાલ નામનો આરોપી ડ્રગ્સ બનાવવાનો એક્સપર્ટ છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામેની લડાઇમાં મક્કમ છે. એક આરોપી મનહર સામે અગાઉ ગુન્હો દાખલ થયેલ છે અને સાત વર્ષની સજા આરોપી ભોગવી ચુક્યો છે.


મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયત


25 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો
કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં કુલ 25 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો એટલે કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. હાલ તો કાવતરામાં સામેલ કુલ 10 જેટલાં શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ આ મામલે એટીએસ અને એનસીબી ઝીણવટભરી તપાસ કરી છે.


T20 વિશ્વકપમાંથી કોહલી, હાર્દિક અને રિંકૂ બહાર! પૂર્વ ક્રિકેટરે પસંદ કરી પોતાની ટીમ


પીપળજ ફેક્ટરીનું રાજસ્થાન કનેક્શન હોવાનું સામે આવ્યું
ગાંધીનગરના પીપળજ ખાતેથી ઝડપાયેલી ડ્રગ્સની ફેક્ટરી મામલે મળતી માહિતી પ્રમાણે, ગામની સીમમાં આવેલી મકાનમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે મકાનમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે મકાન નંદુબા પોપટજી વાઘેલા નામના વ્યક્તિનું હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. મકાન ખેતરમાં આવેલું હોવાથી અને સીમ વિસ્તારમાં અવર જવર ઓછી રહેતી હોય ત્યાં ડ્રગ્સનુ ઉત્પાદન કરવામાં આવતું હતું. બે માસ પૂર્વે આ મકાન ભાડેથી મેળવીને ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં રાજસ્થાનના બે શખ્સોની સતત અવર જવર રહેતી હતી. જેથી આ ફેક્ટરીનું રાજસ્થાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે. 


રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટ


રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો
પીપળજ ગામની સીમમાંથી ડ્રગ્સનું ઉત્પાદન કરી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રગ્સની ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. હવે રો મટીરીયલનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો? કોણ સપ્લાય કરતું હતું? કેટલા લોકોની સંડોવણી છે? આ તમામ બાબતે તપાસ ચાલી રહી છે.