મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયત
મોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ' ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે એક મહિલા છો અને નજીકના ભવિષ્યમાં તમારી જમા રકમનું રોકાણ કરી ગેરેન્ટેડ રિટર્ન ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં મોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી જેને 'મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ' ના નામથી ઓળખવામાં આવે છે. આ એક ઓછા ગાળાની રોકાણ સ્કીમ છે, જેમાં કોઈપણ મહિલા રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં ગ્રાહકોને 7.50 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
કેટલું કરી શકો છો રોકાણ
નોંધનીય છે કે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 2 વર્ષનો છે. આ સ્કીમ હેઠળ ગમે તે મહિલા 1000 રૂપિયાથી લઈને 2 લાખ સુધીની રકમનું રોકાણ કરી શકે છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કિમ હેઠળ ગમે તે ઉંમરની મહિલા ખાતુ ખોલાવી શકે છે. નોંધનીય છે કે 18 વર્ષથી નાની ઉંમરની યુવતી તેના માતા-પિતાની દેખરેખમાં ખાતું ખોલાવી શકે છે.
કઈ રીતે ખાતું ખોલાવશે
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ તમે પોસ્ટ ઓફિસ કે સરકારી બેન્કમાં ખાતું ખોલાવી શકો છો. એકાઉન્ટ ખોલાવતા સમયે તમારે એક ફોર્મ જમા કરાવી KYC ની પ્રક્રિયા પૂરી કરવી પડશે. તે માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટોની જરૂર પડશે. ત્યારબાદ તમે બે લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.
મેચ્યોરિટી પહેલા ઉપાડી શકો છો પૈસા
નોંધની છે કે આ સ્કીમ હેઠળ સરકાર પ્રીમેચ્યોર વિડ્રોલની પણ સુવિધા આપી રહી છે. આ સ્કીમ હેઠળ એકાઉન્ટ હોલ્ડર 1 વર્ષ બાદ પોતાની જમા રકમના 40 ટકા સુધીનો ઉપાડ કરી શકે છે. આ સિવાય જો કોઈ પરિસ્થિતિમાં ખાતાધારકનું મૃત્યુ થઈ જાય તો નોમિની આ પેજને ક્લેમ કરી જમા રકમ ઉપાડી શકે છે. તો જો ખાતાધારક કોઈ કારણથી સમય પહેલા એકાઉન્ટ બંધ કરાવે તો 7.50 ટકાની જગ્યાએ 5.50 ટકા વ્યાજ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે