મૌલિક ધામેચા/અમદાવાદ: ફરી એકવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ગુજરાત એટીએસ, NCB દિલ્હી અને સુરત ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનથી ગુજરાતના દરીયાકાંઠેથી ઉતરેલા કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. આ મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા દ્વારા સપ્લાય કરવામાં આવતો આ ડ્રગ્સનો જથ્થાની આંતરરાષ્ટ્રિય માર્કેટમાં કિંમત 214 કરોડ આંકવામાં આવી છે. જોકે તપાસ કરતા ડ્રગ્સના આ રેકેટમાં સંકળાયેલા એક નાઈજીરીયન શખ્સની ધરપકડ કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાની ભવિષ્યવાણી; 2023માં સૌર તોફાન ક્યારે આવશે? પરમાણુ બોમ્બ જેટલું વિનાશક..


પોલીસ સકંજામાં રહેલા નાઈજીરીયન શખ્સનું નામ છે એકવુનિફ મર્સી. જેને દિલ્હીથી ઝડપી લેવામાં એટીએસને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ અને NCBના ઓપરેશનમાં રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના નશીલા પદાર્શનો જથ્થો ઝડપાયો છે. જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે ઝાડી ઝાંખરામાં સંતાડેલ હતો. આ અંગે ગુજરાત ATSના એસપી સુનીલ જોશી જણાવે છે કે 30.66 કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો 214 કરોડની કિંમતનું પકડવામાં આવ્યું છે. 


નાની ઉંમરથી કમ્પાઉન્ડિંગની ફોર્મ્યૂલા અપનાવી લીધી તો બનશો 1,18,58,402 રૂપિયાના માલિક


સુરત ક્રાઈમ બ્રાન્ચનાના એસીપી રોજીયાને બાતમી મળી હતી કે કરાચીનો ડ્રગ ડિલર હાજી અનવર નામના શખ્સે દરિયાકાંઠે એક માલ ઉતાર્યો છે. આ માલ રાજકોટના નાયરા ગામ પાસે સંદાડીને રાખિયો છે. જે બબલું નામનો માણસ દિલ્લી એક નાઈજીરીયનને આપવાનો છે. જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જે દરમિયાન ચેક ડેમની પાળી પાસે એક શંકાસ્પદ સફેદ મીણીયાનો મોટો કોથળો મળી આવેલ. ત્રણ મીણીયાના નાના થેલામાંથી જેમાં કુલ 31 પ્લાસ્ટીકના પેકેટ્સ મળી આવેલ.


લાઇફ ટાઇમ હાઈ લેવલથી ઘટવા લાગ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો નવી કિંમત


આ પ્લાસ્ટીકના પેકેટ્સમાં પાઉડર જેવો શંકાસ્પદ પદાર્થ હોવાનું જણાતા તેનું સ્થળ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સ ડીટેક્ટશન કિટની મદદથી પ્રાથમિક પરીક્ષણ કરતા મળી આવેલ શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું સામે આવ્યુ. આ હેરોઈનના જથ્થાની ડીલીવરી ઓકોયે નામના નાઈજીરીયન ઈસમને આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે થવાની હતી. જયાં તપાસ કરતા આરોપી ઓકોર્યને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીના ઘરની તપાસ કરતા સર્ચ દરમ્યાન પાસપોર્ટના કેટલાક ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ મળી આવેલ છે. જેની ખરાઈ કરતા તે ખોટા હોવાનું જાણવા મળેલ છે. તેમજ ઓકોયેનું ખરૂં નામ એકવુનિફ મર્સી છે. હાલમાં તે આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોયે નામની ખોટી ઓળખ આપી ભાડેથી રહે છે. આ ઉપરાંત સર્ચ દરમ્યાન ઓકોયે પાસેથી મોબાઈલ ફોન મળી આવેલ છે. જેની તપાસ કરતા જાણવા મળેલ છે કે તે પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કમાં હતો.


આ રાશિઓ પર શનિ જલદી થશે મહેરબાન, સોનાની જેમ ચમકશે ભાગ્ય, પૈસાની ભરાઈ જશે તિજોરી


નાઈઝીરીયન યુવકે પોતાના બનાવટી ડોક્યુમેન્ટ પણ તૈયાર કરાવ્યા હતા જે અંગે દિલ્હી પોલીસ વધુ તપાસ કરી રહી છે.ઝડપાયેલા નાઈઝીરીયન યુવકે દસ્તાવેજો ના આધારે પોતાનું ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન કરાવ્યું હતું. સાથે જ ગુજરાતના દરિયાકાંઠેથી જે હિરોઈન નો જથ્થો તેને મળવાનો હતો. તેનું વેચાણ કરવા અન્ય એક મકાન પણ ભાડે રાખ્યું હતું. તો બીજી તરફ નાઈજિરિયન યુવક પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.