ઉદય રંજન, અમદાવાદ: ભારતના ગુજરાત, રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા, લૂંટ, ધાડ, ખંડણી સહિત અનેક ગુનાઓ આચરેલ રાજસ્થાનના ગેંગસ્ટરની ગુજરાત ATS એ ધરપકડ કરી. કોણ છે આ ગેંગ અને આ ગેંગસ્ટર? શું છે ગેંગસ્ટરની ક્રાઇમ કુંડળી? આવો જોઈએ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ શેતાનસિંહ બિકાને ઝડપી લીધો હતો. ગેંગસ્ટર અરવિંદસિંહ બીકા કઈક કરે એ પહેલા જ ગુજરાત ATS ની ટીમે ઘૂંટણિયે પાડી દીધો હતો.


પ્રેમીના આપઘાત બાદ મૃતકના પિતાએ યુવતીને કહ્યું તું રખેલ બનીને રે, જાણો શું છે સમગ્ર મામલો


રાજસ્થાનનો આ કુખ્યાત ગુનેગાર એક નહિ બે નહિ પરંતુ 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. જેમાં મુખ્ય હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી, જેલ તોડીને ભાગી જવું, પોલીસ જાપ્તામાંથી ફરાર થવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા 35 ગંભીર ગુનાઓ આચરેલ છે.


અમદાવાદમાં વધુ એક આયશા: સાબરમતીમાં આપઘાત કરે તે પહેલા બચાવી, જાણો શું છે સમગ્ર મામલો


ગુજરાત ATS ની ટીમે આ ગેંગસ્ટરને ઝડપ્યો ત્યારે ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. જેમાં બે પિસ્તોલ, એક દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ મળી આવતા ATS એ અરવિંદસિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 


વરસાદે તો ભારે કરી: અમદાવાદ સહિત આ જિલ્લામાં આગામી 3 કલાકમાં તૂટી પડશે વરસાદ


જાણો ગેંગસ્ટર અરવિંદસિંહ બિકાની ક્રાઈમ કુંડળી
1 - વર્ષ 2016 માં રાજસ્થાનમાં પોલીસ પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાડ્યો હતો.
2 - રાજસ્થાનના સિરોહીના શિવગંજ વિસ્તારમાં યુવક પર ફાયરિંગ કર્યું હતું.
3 - 2016 માં અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લુંટ ચલાવી હતી.
4 - 2017 માં બનાસકાંઠાના ધાનેરામાં બેંક લૂંટ કરી હતી.
5 - 2017 માં ડીસા જેલ તોડી ફરાર થયો હતો.
6 - 2018 માં પ્રાંતિજમાં તમાચો બતાવી લૂંટ ચલાવી.
8 - 2018 માં પાટણમાં ચાણસ્મામાં આંગડિયા પેઢીમાં કર્મીને હથિયાર બતાવી લૂંટ ચલાવી.
8 - બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી હતી.
9 - બનાસકાંઠામાં દૂધ મંડળીમાં કર્મી પાસેથી 18 લાખની લૂંટ ચલાવી હતી.


એક ગુજરાતી ચલાવતો હતો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, જાણો કઈ રીતે થયો પર્દાફાશ


ઝડપાયેલ ગેંગસ્ટર પોતાની ગેંગમાં ૨૦ જેટલા સક્રિય સાગરીતો રાખે છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ ગેંગસ્ટરનું શું કામ આવવાનું થયું? કોને મળવાનો હતો? અમદાવાદમાં કોના સંપર્કમાં છે? આ તમામ સવાલોના જવાબ ગુજરાત ATS શોધી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube