એક ગુજરાતી ચલાવતો હતો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, જાણો કઈ રીતે થયો પર્દાફાશ
પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયવીર સિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ પર અમારી સાયબર ક્રાઇમ સર્વેલન્સે એક રેકેટની જાણકારી મેળવી હતી. ટીમના સભ્યોમાંથી એક વિક્કી ઝાલા બ્રાઉઝર વિશ્લેષણ કરી રહ્યા હતા
Trending Photos
ઝી બ્યુરો, જામનગર: જામનગર પોલીસે મંગળવારના એક વ્યક્તિની ધરપકડ કરી ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ચલાવવામાં આવતા એક આંતરરાષ્ટ્રીય ચાઈલ્ડ પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં પોલીસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયવીર સિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ પર અમારી સાયબર ક્રાઇમ સર્વેલન્સે એક રેકેટની જાણકારી મેળવી હતી. ટીમના સભ્યોમાંથી એક વિક્કી ઝાલા બ્રાઉઝર વિશ્લેષણ કરી રહ્યા હતા. જ્યારે તેમણે એક લિંક પર ક્લિક કરી જે તેમને એક વોટ્સએપ ગ્રુપમાં લઈ ગઈ હતી. જ્યાં ચાઈલડ પોર્નોગ્રાફી વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહી હતી.
જ્યારે ટીમે આઇપી એડ્રેસની તપાસ કરી, જેના દ્વારા આ તસવીરો અને વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. તો જાણવા મળ્યું, ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાનો એક શખ્સ દ્વારા અપલોડ કરવામાં આવી રહ્યા છે. તેમના ગાંધીનગર સમકક્ષની મદદથી જામનગર પોલીસે આરોપી કિશન પરમારની ધરપકડ કરી છે. 600 તસવીરો અને 224 વીડિયો પણ મળી આવ્યા છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન કિશન પરમારે સ્વિકાર્યું કે તેણે યુટ્યૂબ પરથી માહિતી મેળવી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની એપ બનાવી હતી. અત્યારે હાલ તે ચાર ઇન્ટરનેશનલ વોટ્સએપ ગ્રુપ ચલાવે છે. જેમાં સભ્યો રશિયા અને ફ્રાન્સ સહિતના દેશોના છે.
તેણે ટેલીગ્રા પર એક ગ્રુપ પણ બનાવ્યું છે જેમાં ઘણા સભ્યો છે. એક હાર્ડ ડિસ્કમાંથી અન્ય 1600 વીડિયો ક્લિપ મળી આવી છે. પોલીસ હવે તે સ્ત્રોતની તપાસ કરશે, જ્યાથી તે આ બાળકોની તસવીરો ખરીદી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે