ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, દાઉદના ખાસ શરીફખાનનો સાગરિતનો પકડાયો
ગુજરાત ATSને આજે મોટી સફળતા હાથ લાગી છે. કુખ્યાત આરોપી શરીફખાનના સાગરિત બાબુ સોલંકીની ગુજરાત ATSએ આજે ધરપકડ કરી છે. શરીફખાન દાઉદ ઈબ્રાહીમના ઈશારે કામ કરતો હતો. ત્યારે ગુજરાત ATSએ મુંબઈના બાબુ સોલંકીની ધરપકડ કરી છે. બાબુ સોલંકી વર્ષ 2006 માં નોંધાયેલા ગુનામા વોન્ટેડ આરોપી હતો. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. ત્યારે સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. હવે ગુજરાત ATSએ આરોપીની બાબુ સોલંકીની ધરપકડ કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત ATSને આજે મોટી સફળતા હાથ લાગી છે. કુખ્યાત આરોપી શરીફખાનના સાગરિત બાબુ સોલંકીની ગુજરાત ATSએ આજે ધરપકડ કરી છે. શરીફખાન દાઉદ ઈબ્રાહીમના ઈશારે કામ કરતો હતો. ત્યારે ગુજરાત ATSએ મુંબઈના બાબુ સોલંકીની ધરપકડ કરી છે. બાબુ સોલંકી વર્ષ 2006 માં નોંધાયેલા ગુનામા વોન્ટેડ આરોપી હતો. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. ત્યારે સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. હવે ગુજરાત ATSએ આરોપીની બાબુ સોલંકીની ધરપકડ કરી છે.
અમદાવાદને કોરોનાથી કોણ બચાવશે? કોરોનાના કેસનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો
ગઈકાલે ગુજરાત એટીએસએ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલાં અને લૂંટના કુખ્યાત આરોપી હરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી. ત્યારે આજે ATSએ દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનાં સાગરિત મુંબઈના બાબુ સોલંકીની અડાલજ નજીકથી ધરપકડ કરી છે.
પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમમાં પહોંચ્યો કોરોના, 10 કર્મીઓ પોઝિટિવ નીકળ્યા
વર્ષ 2006માં ખંડણી મુદ્દે શરીફ ખાન અને વહાબ ગેંગ સામ સામે આવી હતી. આ ગુનાઓમાં પણ બાબુ સોલંકી વોન્ટેડ આરોપી હતો. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. પરંતુ સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. શરીફ ખાન સામે પણ નાર્કોટિક્સ, હથિયારો, ખૂન, લૂંટ અને ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર