Gujarat ATS એ પેપરલીક કાંડમાં સામેલ 30 પરીક્ષાર્થીઓને ઝડપી પાડ્યા
આ પેપર લીક કેસના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફીસ પર રેઈડ દરમ્યાન તેની ઓફીસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પેપરલીક કાંડમાં ગુજરાત એટીએસના હાથે ઝડપાયા વધુ 30 આરોપીઓ. જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપરલીક કરનારની સાથો-સાથ જેણે પેપર ખરીદ્યા હતા તે પણ ગુનેગાર બને છે. ત્યારે પેપરલીક કેસમાં આતંરરાજ્ય ગેંગના આરોપીઓ પાસે પેપર ખરીદ કરનાર 30 જેટલા પરીક્ષાર્થીઓને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે. પેપરલીક કેસમાં ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે.
પેપર લીક કેસના મુખ્ય આરોપી પ્રદીપ નાયકે ૨૯/૦૧/૨૦૨૨ નારોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા, સહદેવ લુહાનાએ તે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરી રહેલ છે ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપ્યું હતું. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કરેલ જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, તમામ રહે બિહાર નાઓ દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપ્યું હતું. કુલ ૧૯ જેટલા આરોપીઓ તથા એજેન્ટોની ધરપકડ કરવામાં આવી છે. જે અત્યારે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. પોલીસના હાથે ઝડપાયેલાં 30 આરોપીઓના નામોની યાદી નીચે મુજબ છેઃ
આ પેપર લીક કેસના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફીસ પર રેઈડ દરમ્યાન તેની ઓફીસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના, તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફીકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યાં છે.
આ ધરપકડ કરેલા પરીક્ષાર્થીઓની વધુ પુછ-પરછ કરતા પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ખાતે જુનીયર કલાર્કની પરીક્ષાના આગળની રાત્રે જુનીયર કલાર્કની પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી. જેના બદલામાં તેઓ દ્વારા પેપરલીકના આરોપીઓને ૧૨ થી ૧૫ લાખ રૂપીયા આપવાના નક્કી કરવામાં આવેલ ઉપરોક્ત મળેલ જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફીકેટ તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે નીચે મુજબના પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
આમ ઉપરોક્ત ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવેલ છે તથા આ પેપર લીક સાથે સંકળાયેલ બાકી રહેલ પરીક્ષાર્થીની ધરપકડ કરવાની તપાસ તજવીજ ચાલુ છે. ભવિષ્યમાં કોઇ પરીક્ષાર્થી આવા પેપરલીક કરવાનો પ્રયત્ન ન કરે તે માટે આ પકડાયેલ તમામ પરીક્ષાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તથા અન્ય સત્તાધિશોને જાણ કરવામાં આવેલ છે.
ગુજરાત એ.ટી.એસ. પોતાની સતર્કતા અને કર્તવ્યનિષ્ઠા તથા કામ પ્રત્યેના સમર્પણ ના કારણે પેપર લીક સાથે સંકળાયેલ 30 જેટલા આરોપી પરીક્ષાર્થીઓની તથા પેપરલીક ગેંગના ૧૯ એમ કુલ-૪૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેના કારણે રાજ્યના યુવાન છાત્રો સાથે થનાર ગેરરીતી અટકાવી શકાઇ છે. આ સમગ્ર ઓપરેશન દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. દ્વારા અનુકરણીય સંકલન અને ટીમ નિર્માણ ક્ષમતા દર્શાવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ રાજ્યના બુદ્ધીધન સાથે કોઇ અન્યાય ન થાય તે માટે ગુજરાત એ.ટી.એસ. પ્રતિબધ્ધ છે.