ઝી બ્યુરો/આણંદ: કલેક્ટર ઓફિસમાં છાનગપતિયાંમાં થોડા દિવસ પહેલા તાત્કાલીક અસરથી સસ્પેન્ડેડ થઈ જનારા ડીએસ ગઢવીના કેસમાં હવે મોડી અપડેટ સામે આવી છે. ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ કલેક્ટર આનંદ ગઢવીને ફસાવવાના મામલામાં મહિલા એડીએમ કેતકી વ્યાસ ( જીએએસ), એક નાયબ મામલતદાર અને એક હરેશ ચાવડા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કેબિનમાં સ્પાય કેમેરા લગાવીને કલેક્ટરને ઘરભેગા કરવાના આ કેસમાં હવે મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં. કલેક્ટરની ગેરહાજરીમાં સ્પાય કેમેરા લગાવવાના આ કેસમાં હવે એટીએસ આગળની કાર્યવાહી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અઢી મહિના પહેલા એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનુ નવુ રૂપ જોઈ લોકો ચોંક્ય


કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો હતો અને ક્લીપ વિવાદમાં વધુ તપાસ હાથ ધરી હતી. જાણકારી મુજબ કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવાયા હતા. મહિલા ADM કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેયની આકરી પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. મહિલા SDMએ ષડયંત્ર રચ્ચાનો ખુલાસો કર્યો છે. કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. કલેક્ટરની ગેરહાજરીમાં કેમેરા લગાવાયા હતા. મહિલા ADMએ કલેક્ટરને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.


ગુજરાત પોલીસ અધિકારીઓનો જ DGPના પરિપત્રનો ઉલાળિયો: રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ


જાણો શું હતો સમગ્ર કેસ?
આણંદમાં કલેક્ટર લેવલના અધિકારીનો એક મહિલા સાથે છાનગપતિયાં કરવાનો વીડિયો હવે ગળાનો ગાળિયો બની ગયો હતો. કલેક્ટર ગઢવી આ વીડિયોમાં મહિલા કર્મી સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરીમાં ઉતારાયેલો આ વીડિયો સરકાર સુધી પહોંચ્યા બાદ આ કેસમાં તપાસ કમિટીની રચના કરી હતી. હવે એક મહિલા સાથે રંગરેલિયાંમાં આઈએેએસ ગઢવીને કલેક્ટરની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા. 


ઔકાતમાં રહેજો... રિવાબાએ જેમને આવુ કહી રોકડું પકડાવ્યું તે મેયરનું સામે આવ્યુ નિવેદન


કલેક્ટર ગઢવી સહ કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવો વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે. આ વાંધાજનક વીડિયોને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સીધો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકાર બદનામ થાય એવી કોઈ પણ હરકત ચલાવી લેવામાં નહીં આવે. 


દરેક માતા પિતા ખાસ વાંચે, મરજી વિરુદ્ધ લગ્ન કરનારા સંતાનોને ઘરમાંથી બહાર કાઢી ન શકો


આક્ષેપોની તપાસ માટે સરકારે  આ મામલે કમિટી રચી છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ કલેક્ટરને બદનામ કરવા માટે રચાયેલા આ ખેલમાં પ્રમોટી આઈએએસે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. કલેક્ટર આ મામલે વીડિયો અંગે અજાણ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવાની વાત કરી રહ્યાં છે પણ જાન્યુઆરીથી વિવાદીત આ વીડિયો આખા ગુજરાતમાં ફરી રહ્યો છે અને કલેક્ટર અજાણ બની રહ્યાં છે અને હવે એ પૂર્વ બની જશે. 


જિયો યૂઝર્સ માટે ખુશખબર, આ પ્રીપેડ ઓફરમાં મળશે 84 દિવસ અનલિમિટેડ ડેટા અને નેટફ્લિક્સ