10*15ના રૂમમાં 800 કરોડનું ડ્રગ્સ! મુંબઈના ભિવંડીથી ડ્રગ્સ બનાવતા બે ભાઈને ગુજરાત ATS એ દબોચ્યા..
ગુજરાતમાં અવાર-નવાર ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ મુંબઈના ભિવંડી વિસ્તારમાંથી 2 ભાઈઓની લિક્વિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા 18મી જુલાઈના દિવસે સુરત ગ્રામ્યના કારેલી ગામની ફેક્ટરીમાં દરોડા પાડી 51 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ મુંબઈના ભીવંડીમાંથી બે આરોપી સાથે 800 કરોડના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ દ્વારા ગત તારીખ 18 જુલાઈના રોજ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. એટીએસ દ્વારા ફેક્ટરીમાંથી ચાર કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન મળી કુલ 51 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે આરોપીઓ પકડી પાડયા હતા. ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતા ત્રણ આરોપી ઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો! 15 ઓગસ્ટ બાદ આગામી દિવસો ભારે, સર્જાશે પૂરની સ્થિતિ!
પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર કેસમાં મુંબઈના ભિવંડી મોહમ્મદ યુનુસ શેખ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ શેખ પણ સામેલ હતા, તેથી ગુજરાતી એટીએસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે મુંબઈના ચીંચબંદર વિસ્તારમાં મોહમ્મદ યુનુસ શેખ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ શેખ ભિવંડી વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટ માં એમડી ડ્રગ્સ બનાવી રહ્યા છે. જે માહિતીના આધારે ગુજરાત એટીએસએ મુંબઈમાં દરોડો પાડી બંને ભાઈઓ મોહમ્મદ યુનુસ શેખ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ શેખને ડ્રગ્સ બનવાની પ્રક્રિયા દરમિયાન જ ઝડપી પાડયા છે.
ભાજપમાં 'અંદરોઅંદર ડખા'! પાટણમાં કે.સી. પટેલને પછાડવા કોલ્ડ વોર શરૂ, ટાર્ગેટ બની...
ગુજરાત એટીએસ દ્વારા બાતમી ના આધારે મુંબઈ ના ભિવંડી વિસ્તારના નદીનાકા નજીક ના રહેણાંક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હાલતમાં મળી આવી હતી. ફ્લેટ માંથી 10.969 કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલ માં ભરેલું 782.236 કિલોગ્રામ લિક્વિડ ફોર્મમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડ રૂપિયા જેટલી થવા પામી છે. આ સહીત ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની વસ્તુઓકબજે કરવામાં આવી છે. તેમજ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતા મોહમ્મદ યુનુસ શેખ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ શેખની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે વધુ એક આરોપી સાદિક શેખનું પણ નામ ખુલવા પામ્યું છે.
'અતિવૃષ્ટિને 15-15 દિવસ વીતી ગયા હોવા છતાં...', પાલ આંબલિયાના સરકાર પર ગંભીર આરોપ
ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહંમદ યુનુસ ઉર્ફે એજાજ શેખ દુબઈમાંથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઈટમની સમગ્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. મોહંમદ યુનુસ શેખ ને દુબઈમાં મનોજ નામના એક શખ્સ મળ્યો હતો. તેના કહેવાથી અને મનોજના આપેલા ફોર્મ્યુલાથી મોહમ્મદ યુનુસ શેખ અને મોહંમદ આદિલે શેખે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી હતી.
હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી લેજો! ટુ-વ્હીલર માટે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
બનેલું ડ્રગ્સ વેચાણ કરે તે પહેલા જ ગુજરાત એટીએસના હાથમાં આવી ગયા હતા. બંને આરોપી ભાઈઓએ એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે છેલ્લા 8થી 9 મહિનાથી ભિવંડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોવાથી ત્યાં તેને ફ્લેટ ભાડે રાખ્યો હતો અને એમડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. ડ્રગસ તૈયાર કરવા માટે રો મટીરીયલ, સાધન સામગ્રી એકઠી કરી કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવી રહી હતી. ડ્રગ્સ બનવા માટે અનેક વખત સેમ્પલ ફેઈલ પણ થયું હતું, ત્યારે આ છેલ્લો લોટ હતો, જેમાં આ સંપૂર્ણ ડ્રગ્સ તૈયાર થવાનું હતું અને આ ડ્રગ્સ જે પકડાયામાં આવ્યું છે તે છેલ્લા તબક્કામાં હતું.
'પહેલા કોંગ્રેસના MP હતા હવે 100 કરોડ સનાતનીઓના નેતા', કોણે કરી ગેનીબેનની પ્રશંસા?
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે મોહમ્મદ યુનુસ શેખ અને મોહમ્મદ આદિલ શેખ સાથે ડ્રગ્સ બનાવવાના કેસમાં દુબઈનો મનોજ નામનો શખ્સનું શું શું સંડોવણી છે. મનોજ કોણ છે આ ઉપરાંત સાદીક શેખ નમનો ત્રીજો ભાઈ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે કે દુબઇનો મનોજ આ ડ્રગ્સ ક્યાં મોકલવાનો હતો. શું આ ડ્રગ્સ ભારતમાં જ વેચવાના હતા, એ સહીતના મુદ્દા પર તપાસ શરુ કરી છે.