ભાજપમાં 'અંદરોઅંદર ડખા'! પાટણમાં કે.સી. પટેલને પછાડવા કોલ્ડ વોર શરૂ, ટાર્ગેટ બની આ હોસ્પિટલ

પાટણ શહેરના હાઇવે પર નવનિર્મિત ક્રિષ્ના સુપર સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ રાજકારણના વિખવાદમાં આવી છૅ. જેમાં હોસ્પિટલની બીયુ પરવાનગી ન હોઈ પાલિકાના ભાજપના નગર સેવક મનોજ પટેલ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છૅ.

ભાજપમાં 'અંદરોઅંદર ડખા'! પાટણમાં કે.સી. પટેલને પછાડવા કોલ્ડ વોર શરૂ, ટાર્ગેટ બની આ હોસ્પિટલ

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ ભારતીય જનતા પક્ષમાં અંદરોઅંદરના મતભેદો હવે બહાર આવ્યા છે અને તેને લઈ પાટણ શહેર બીજેપીનું એક જૂથ સક્રિય બનીને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે.સી. પટેલ વચ્ચે કોલ્ડ વોર શરૂ થયું અને ટાર્ગેટ બની ક્રિષ્ના હોસ્પિટલ. પાટણ નગર પાલિકાના નગર સેવક દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કરી લેખિત રજુઆત જેમાં પાટણમાં આવેલ કિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બીયુ પરમિશન ન હોઈ બંધ કરવા રજુઆત કરાઈ છે. તો બીજી તરફ પાટણ પાલિકા ચીફ ઓફિસર બીયુ પરવાનગી પ્રોશેષમાં હોવાનું જણાવી રહ્યા તો હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી આ માત્ર આક્ષેપ બાજી હોવાનું જણાવી રહ્યા છે.

પાટણ શહેરના હાઇવે પર નવનિર્મિત ક્રિષ્ના સુપર સ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ રાજકારણના વિખવાદમાં આવી છૅ. જેમાં હોસ્પિટલની બીયુ પરવાનગી ન હોઈ પાલિકાના ભાજપના નગર સેવક મનોજ પટેલ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છૅ અને બીયુ પરવાનગી વગર આ હોસ્પિટલ ચાલી રહી છૅ તો કોઈ દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તેવા સવાલ પણ ઉભા થવા પામ્યા છૅ.

ગુંગડી પાટી રે.સ.નં.320 ફાઇનલ પ્લોટ નં. 156 ટી.પી. સ્કીમ નં.1 વાળી મિલ્કતમાં બી.યુ. પરમીશન ન હોવા છતાં ક્રિષ્ના સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જે જાહેર જનતાના હિતમાં તાત્કાલિક બંધ કરાવવા ભાજપના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. મનોજ પટેલે અગાઉ પણ 15/07/2024ના રોજ પાટણ પાલિકાના ચીફ ઓફીસરને આ મામલે રજુઆત કરી હતી. 

તો આ મામલે હોસ્પિટલના મેંનીજીંગ ડાયરેક્ટર જગદીશ ભાટિયાના આ મામલે પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ માત્ર આક્ષેપબાજી છૅ. આવા કોઈ પ્રશ્નો છૅ નહિ. તેમ જણાવ્યું હતું. આ મામલે પાટણ નગર પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતને પૂછતાં તેમને જણાવ્યું હતું કે હૉસ્પિટલ દ્વારા બીયુ પરવાનગી માટે અરજી 15 દિવસથી આવી છૅ, પણ હૂં રજા પર હતો એટલે કામગીરી બાકી છૅ પણ આવેલ વાંધા અરજીની વિગતો ધ્યાનમાં લઇ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જેનો મતલબ કે હજુ સુધી હોસ્પિટલને બીયુ પરવાનગી મળી નથી અને તેના વગર જ હોસ્પિટલ શરુ કરી દેવામાં આવી છૅ. 

આ હોસ્પિટલ રાજકીય કાવાદાવાના ઘેરામાં આવી જવા પામી છૅ. હોસ્પિટલના ચેરમેન કે. સી પટેલ જેવા પૂર્વ મહામંત્રી પ્રદેશ ભાજપના છૅ અને સામે લેખિત અરજી કરનાર ભાજપ શાસિત પાટણ પાલિકાના ચાલુ કોર્પોરેટર મનોજ પટેલ છૅ ત્યારે અંદરો અંદરનો વિખવાદ આજે બહાર આવતા આ મુદ્દો ટોક ઓફ ઘ ટાઉન બનવા પામ્યો છૅ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news