Gujarat becomes the First State in India to Get TRUE 5G in All District Headquarters: Jio (JIo) એ આજથી એટલે કે 25 નવેમ્બર 2022 થી ગુજરાતના તમામ 33 જિલ્લાના મુખ્યાલયોમાં 5G ની શરૂઆત કરી છે. Jioની આ પહેલ સાથે ગુજરાત TRUE 5G સેવા પ્રદાન કરતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે પોતાના તમામ જિલ્લાના હેડક્વોર્ટરમાં Jioની True 5G સેવા ઉપલબ્ધ કરાવે છે. કંપનીએ આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે અમને જણાવતાં ગર્વ થાય છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેનાં તમામ 33 જિલ્લા મથકો Jioના હાઇ-સ્પીડ ટ્રુ 5G નેટવર્કથી જોડાયેલા છે. તેમણે કહ્યું કે કંપની 5G ટેક્નોલોજીનો રિયલ પાવર દેખાડવા માંગે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, Jio 5G સેવા કેવી રીતે અબજો લોકોના જીવનને અસર કરે છે, તેનું પણ પ્રદર્શન કરવા માંગીએ છીએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube